દેશ આઝાદ થયો વ્યવસ્થા ગોઠવાઈ જનતાના પૈસે સરકારી નોકરો અને નેતાઓના પગાર નક્કી થયા અને છેક નિવૃત થઈ જાય પછી જનતાના ખિસ્સામાંથી પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થતા રહે તેવી સિસ્ટમ અમલમાં આવી પણ આ સરકારી બાબુઓ પૈકી કેટલાક લાંચિયા અધિકારીઓ લાંચ લઈ જનતાનું અહિત કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે હાલ ભેળસેળનું પ્રમાણ વધ્યું છે પણ આવા તત્વો સામે પગલાં ભરવામાં આવતા નથી કારણ કે હપ્તા લઈ આવા તત્વોને છાવરવામાં આવતા હોવાનું સામે આવતું રહ્યુ છે ત્યારે આવાજ એક કિસ્સામાં વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાયસન્સ મેળવવા અરજી કરનાર સંચાલકને લાયસન્સ આપવા તેમજ કોઈપણ જાતનું ચેકીંગ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે કુલ રૂ. 60 હજારની લાંચ માંગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જોકે,બેકરી સંચાલક લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ ACBમાં ફરિયાદ કરતા નવસારી ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા કેરી માર્કેટ પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બંને અધિકારીઓને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને 7મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
વલસાડ ACBની ટીમે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહત્વનું છે કે સિનિયર સેફટી ઓફિસર દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટ પાસે આ અરજી આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફટી ઓફિસરે વર્ષ દરમ્યાન બેકરીમાં ચેકીંગ ન કરવા અને કનડગત ન કરવાના વર્ષના રૂ 60 હજારની લાંચની માંગણી કરી હતી.