વલસાડ.તા.5 જુલાઈ
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં તા. 4 જુલાઇ થી 12 જુલાઇ દરમ્યાન જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ 2 અલગ અલગ ક્ષેત્રોના તજજ્ઞોને બોલાવીને તેમની સફળતાની સફરની વાત કરવામાં આવે છે અને ત્યરબાદ વિદ્યાર્થીઓ દ્વારા સવાલ જવાબ સાથે ચર્ચા કરવામાં આવે છે. જેમાં આજે બીજા દિવસે બુધવારે પારડી હોસ્પિટલના ડૉ. મુસ્તાક કુરેશી દ્વારા પોતાના જીવનની યાત્રા દ્વારા વિદ્યાર્થીઓને અનુભવોનો અદભુત ખજાનો પીરસ્યો હતો.
જેમાં ડોકટર, લેખક અને સમાજ માટે ઉપયોગી કાર્યો સાથે સંસ્કૃતિ ગ્રુપની વાતો કરી હતી. બીજા વક્તા તરીકે જીગર પટેલ દ્વારા અભ્યાસની સાથે વિવિધ સ્ટાર્ટ અપની વાત કરતા નોકરી મેળવવા કરતા નોકરી આપતા થવાનું વિચારવાની પ્રેરણા આપી હતી.
આ સમારંભમાં પારડી એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ હેમંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહેમાનો ને સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોલેજની વિદ્યાર્થિની શેખ સના દ્વારા કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેકટર દીપેશ શાહ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
-000-