વલસાડ પાલિકા ના માજી પ્રમુખ ને યુવતી ના ID પરથી અશ્લિલ વીડિયો મોકલી બદનામ કરવાની કોશિશ થતા સનસનાટી મચી ગઇ છે અને કોણે પૂજા બની બ્લેક મેઈલ કરવાની કોશિશ કરી તે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વલસાડ પાલિકાના માજી પ્રમુખ ઉપર પૂજા નામની યુવતી ના નામે અશ્લિલ વીડિયો મોકલી બદનામ કરવાની કોશિશ થતા ભારે ચકચાર મચી ગઇ છે.
વિગતો મુજબ વલસાડ પાલિકાના માજી પ્રમુખ રાજુભાઇ મરચાંને ફેસબુક ઉપર કોઇ પૂજા નામની યુવતી ના નામે અશ્લિલ વીડિયો અને આ વીડિયો મોકલી તેમના પરિવાર અને અન્યોને પણ વીડિયો મોકલવાની ધમકીનો વીડિયો કોલ પણ આવતાં રાજૂ મરચાંએ માત્ર 28 સેકન્ડમાં જ આ કોલ કટ કરી દીધો હતો.
પોતાને બદનામ કરવા કોઈ કાવતરા નો ખ્યાલ આવતા અને બ્લેકમેલ કરવાના ઇરાદે આ અશ્લિલ વીડિયો ફેસ બુક પર ફેક આઇડીથી નાંખ્યો હોવાનું જણાતા તેઓ તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકત ફરિયાદમાં રજૂ કરી કોઇ પૂજા નામની મહિલાના નામે આ ફેક આઇડી બનાવી પોતાને બ્લેકમેલ કરવાના ઇરાદે અશ્લિલ વીડિયો મોકલ્યો હતો અને વોટ્સ અપ પર કોલ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ કરી રહી છે.