વાપીના ચંડોરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

1 Min Read

વાપીના ચંડોરમાં ખેડૂતોએ શીખી નવી ક્રાંતિ! પ્રાકૃતિક ખેતીથી વધશે ઉપજ અને આવક

વાપી તાલુકાના ચંડોર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ રાખવામાં આવી હતી. જેમાં કૃષિ સખી હંસાબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપવામાં આવી હતી.

IMG 20260305 195437

- Advertisement -
Share This Article