યુવરાજ સિંહ નહીં, પણ આ દિગ્ગજે સૌથી પહેલા ફટકાર્યા હતા 6 બોલમાં 6 છગ્ગા, જાણો ઇન્ટરનેશનલ ક્રિકેટનો આ અનોખો રેકોર્ડ

3 Min Read

યુવરાજ સિંહ નહીં તો પછી કોણ? છ બોલમાં છ છગ્ગા ફટકારવાનો પ્રથમ ઈન્ટરનેશનલ રેકોર્ડ કોના નામે છે?

જ્યારે પણ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીયના મનમાં સૌથી પહેલું નામ યુવરાજ સિંહનું આવે છે. 2007ના ટી20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવીએ ફટકારેલા એ છ છગ્ગા આજે પણ ચાહકોના મનમાં તાજા છે. પરંતુ શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પરાક્રમ કરનાર યુવરાજ પ્રથમ બેટ્સમેન નહોતો? યુવરાજ પહેલા પણ એક ખેલાડી આ અનોખો રેકોર્ડ બનાવી ચૂક્યો હતો.

હર્ષલ ગિબ્સે સૌથી પહેલા રચ્યો હતો ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાનો શ્રીગણેશ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હર્ષલ ગિબ્સે કર્યો હતો. ગિબ્સનું આ કારનામું એટલા માટે ખાસ હતું કારણ કે તેણે આ રેકોર્ડ વનડે વર્લ્ડ કપ દરમિયાન બનાવ્યો હતો.

- Advertisement -

yuvraj1.jpg

તારીખ 15 માર્ચ, 2007ના રોજ વેસ્ટ ઈન્ડીઝના સેન્ટ કીટ્સમાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો હતો. આ મેચની 30મી ઓવરમાં ગિબ્સે નેધરલેન્ડના લેગ સ્પિનર ​​દાન વાન બુંગેના છ બોલમાં છ ગગનચુંબી છગ્ગા ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું હતું. આ સાથે જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

- Advertisement -

તે જ વર્ષે યુવરાજ સિંહે મચાવી હતી ધમાલ

હર્ષલ ગિબ્સે માર્ચ 2007માં વનડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો, અને તેના થોડા મહિનાઓ બાદ એટલે કે સપ્ટેમ્બર 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ દરમિયાન યુવરાજ સિંહે આ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. યુવરાજે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને નિશાન બનાવીને છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે યુવરાજ ટી20 ઈન્ટરનેશનલમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ અને ઓવરઓલ બીજા બેટ્સમેન બન્યો હતો.

આ ઐતિહાસિક પરાક્રમને આજે 19 વર્ષ પૂર્ણ

આજે અમે તમને આ વિશે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે આ ઐતિહાસિક ઘટનાને આજે 19 વર્ષ પૂર્ણ થયા છે. 15 માર્ચ 2007ના રોજ ક્રિકેટના ઈતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું હતું. નવાઈની વાત એ છે કે જે કામ વર્ષો સુધી નહોતું થયું, તે વર્ષ 2007માં બે વાર અને તે પણ બે અલગ-અલગ વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતું.

yuvraj.jpg

- Advertisement -

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 બોલમાં 6 છગ્ગા મારનારા ખેલાડીઓની યાદી:

ખેલાડીનું નામદેશવર્ષફોર્મેટ
હર્ષલ ગિબ્સદક્ષિણ આફ્રિકા2007ODI
યુવરાજ સિંહભારત2007T20I
કીરોન પોલાર્ડવેસ્ટ ઈન્ડીઝ2021T20I
જસકરણ મલ્હોત્રાUSA2021ODI
દીપેન્દ્ર સિંહ એરીનેપાળ2024T20I

TAGGED:
Share This Article