કોણ છે કાવ્યા મારન? પાકિસ્તાની ખેલાડીને ખરીદીને થઈ ટ્રોલ, ૪૦૦+ કરોડની છે સંપત્તિ

2 Min Read

કોણ છે કાવ્યા મારન? પાકિસ્તાની ખેલાડીની ખરીદી બાદ ટ્રોલીંગનો સામનો કરી રહેલી SRHની માલિકની નેટવર્થ જાણીને ચોંકી જશો

ઈંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગના ઓક્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની સીઈઓ અને માલિક કાવ્યા મારન અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. 12 માર્ચના રોજ યોજાયેલા ઓક્શનમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદ પર બોલી લગાવીને તેમને ખરીદ્યા બાદ કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. વર્ષ 2009થી પાકિસ્તાની ખેલાડીઓ આઈપીએલમાં પ્રતિબંધિત છે, પરંતુ વિદેશી લીગમાં કોઈ ભારતીય ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાની ખેલાડી પર દાવ લગાવ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. આ વિવાદ વચ્ચે ચાલો જાણીએ કે કાવ્યા મારન કોણ છે અને તેમની જીવનશૈલી કેવી છે.

k.jpg

- Advertisement -

કાવ્યા મારનનો પરિચય

કાવ્યા મારન ચેન્નાઈ સ્થિત પ્રખ્યાત મીડિયા હાઉસ ‘સન ટીવી નેટવર્ક લિમિટેડ’ ના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ તેમના પિતા કલાનિધિ મારનનો વિશાળ બિઝનેસ સંભાળે છે. ક્રિકેટ જગતમાં તેમની ઓળખ આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ અને કો-ઓનર તરીકેની છે. માત્ર આઈપીએલ જ નહીં, પરંતુ વિશ્વભરની ટી20 લીગમાં જ્યાં પણ ‘સનરાઇઝર્સ’ નામની ટીમ છે (જેમ કે દક્ષિણ આફ્રિકામાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને ઈંગ્લેન્ડમાં સનરાઇઝર્સ લીડ્સ), તેનું સંચાલન કાવ્યા મારન જ કરે છે.

400 કરોડથી વધુની નેટવર્થ અને વૈભવી જીવન

રિપોર્ટ્સ અનુસાર, કાવ્યા મારન આશરે 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે. તેમને આ વારસો તેમના પિતા કલાનિધિ મારન પાસેથી મળ્યો છે, જેઓ ‘સન ગ્રુપ’ના સ્થાપક છે અને તેમની પોતાની નેટવર્થ 25,000 કરોડ રૂપિયાથી વધુ છે. કાવ્યા મારન મોંઘી ગાડીઓના પણ શોખીન છે. તેમના કાર કલેક્શનમાં ફેરારી રોમા, બેન્ટલે બેન્ટાયગા, રોલ્સ રોયસ ફેન્ટમ અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

- Advertisement -

ka.jpg

શિક્ષણ અને બિઝનેસમાં સફળતા

કાવ્યા મારન અભ્યાસમાં પણ ખૂબ જ તેજસ્વી રહ્યા છે. તેમણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી સ્નાતક થયા બાદ યુકેની પ્રતિષ્ઠિત વોરવિક બિઝનેસ સ્કૂલ (Warwick Business School) માંથી MBAની ડિગ્રી મેળવી છે. વર્ષ 2018માં તેમણે SRH ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી હતી અને ત્યારથી તેઓ ટીમના વહીવટ અને બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. આઈપીએલની દરેક મેચ દરમિયાન તેઓ સ્ટેડિયમમાં હાજર રહીને પોતાની ટીમને ઉત્સાહિત કરતા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ઘણીવાર ‘નેશનલ ક્રશ’ તરીકે પણ ઓળખાય છે.

TAGGED:
Share This Article