શા માટે ‘બાબ અલ-મંડેબ’ સાઉદી માટે છે જીવન-મરણનો પ્રશ્ન? ઈરાનના એક પગલાથી તેલની નિકાસ થઈ શકે છે ઠપ્પ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

સાઉદી અરેબિયાને શેનો છે ડર? ડોનાલ્ડ ટ્રમ્પને કેમ કહી રહ્યું છે – ‘ઈરાનને છંછેડશો નહીં’

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ હવે એક એવા વળાંક પર આવી ગયો છે જ્યાં દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક એવા સાઉદી અરેબિયાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તાજેતરના અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા હવે પડદા પાછળથી અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન પર દબાણ બનાવી રહ્યું છે કે તેઓ ઈરાન વિરુદ્ધ આક્રમક સૈન્ય કે આર્થિક નાકાબંધીનો પ્લાન પડતો મૂકે. સાઉદીને ડર છે કે જો અમેરિકા ઈરાનને વધુ ભીંસમાં લેશે, તો તેની સીધી અસર સાઉદી અરેબિયાના અર્થતંત્ર અને તેની સુરક્ષા પર પડશે.

સાઉદી અરેબિયાના ડરનું અસલી કારણ: ‘બાબ અલ-મંદેબ’

વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ પ્રશાસન ઈરાનની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી પાડવા માટે ‘હોર્મુઝની ખાડી’ માંથી થતા ઈરાની તેલના સપ્લાયને રોકવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ સાઉદી અરેબિયાએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો ઈરાનને ચારેય બાજુથી ઘેરવામાં આવશે, તો તે હાથ જોડીને બેસી રહેશે નહીં.

- Advertisement -

ocean8.jpg

ઈરાન વળતા પ્રહાર તરીકે ‘બાબ અલ-મંદેબ’ (Bab al-Mandeb) જળમાર્ગને બંધ કરી શકે છે. આ લાલ સમુદ્રનો એ મહત્વનો રસ્તો છે જ્યાંથી સાઉદી અરેબિયાનો બચ્યો-કુચ્યો તેલ નિકાસનો મોટો હિસ્સો દુનિયાભરમાં જાય છે. જો આ રસ્તો બંધ થાય, તો સાઉદી અરેબિયા માટે તેલ વેચવું લગભગ અશક્ય બની જશે.

- Advertisement -

હૂતી બળવાખોરો: ઈરાનનું સૌથી ઘાતક હથિયાર

સાઉદી અરેબિયાની ચિંતા માત્ર ઈરાન પૂરતી સીમિત નથી, પરંતુ યમનના હૂતી બળવાખોરો તેને વધારે ફાળ પાડી રહ્યા છે. બાબ અલ-મંદેબના કિનારાના વિસ્તારો પર હૂતીઓનું નિયંત્રણ છે, જેઓ ઈરાનના ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ નો મહત્વનો ભાગ છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો ઈરાન આ દરિયાઈ માર્ગને ઠપ કરવા માંગતું હોય, તો તેણે પોતે યુદ્ધમાં ઉતરવાની પણ જરૂર નથી. તે માત્ર હૂતીઓને ઈશારો કરશે તો પણ આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર અટકી જશે. ગાઝા સંઘર્ષ દરમિયાન હૂતીઓએ પહેલેથી જ સાબિત કરી દીધું છે કે તેઓ મિસાઈલ અને ડ્રોન હુમલા દ્વારા દુનિયાના સૌથી સુરક્ષિત ગણાતા જહાજોને પણ રોકી શકે છે.

તેલની ‘લાઈફલાઈન’ પર મંડરાતું જોખમ

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝની આંશિક નાકાબંધી હોવા છતાં, સાઉદી અરેબિયા પોતાનું તેલ પાઈપલાઈન દ્વારા રણ વિસ્તારમાંથી પસાર કરીને લાલ સમુદ્રના બંદરો સુધી પહોંચાડી રહ્યું છે. અહીંથી તે દુનિયાના બજારોમાં જાય છે. પરંતુ જો બાબ અલ-મંદેબનો માર્ગ બંધ થઈ જાય, તો સાઉદી અરેબિયાની આ ‘વૈકલ્પિક લાઈફલાઈન’ પણ કપાઈ જશે.

- Advertisement -

saudi.jpg

આ સ્થિતિમાં સાઉદી અરેબિયા પાસે તેલ નિકાસ માટે કોઈ સુરક્ષિત રસ્તો બાકી રહેશે નહીં, જેના કારણે દેશની આવક ઠપ થઈ શકે છે અને વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે.

મુત્સદ્દીગીરી કે મુકાબલો? સાઉદીની માંગ

સાઉદી અરેબિયા હવે ઈચ્છે છે કે અમેરિકા ‘આક્રમક નાકાબંધી’ અથવા સૈન્ય કાર્યવાહી કરવાને બદલે કૂટનીતિનો રસ્તો અપનાવે. સાઉદીનું માનવું છે કે ઈરાન સાથે વાતચીત કરીને જ મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ લાવી શકાય તેમ છે. જો ટ્રમ્પ પ્રશાસન પોતાની જિદ પર અડગ રહેશે, તો આખા વિસ્તારમાં એવી આગ લાગી શકે છે જે સાઉદી અરેબિયા સહિત અનેક આરબ દેશોને પોતાની લપેટમાં લઈ લેશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.