બેંકો લોન આપવાની ના પાડે છે? ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સામે મેળવો ક્રેડિટ કાર્ડ અને મિનિટોમાં સુધારો તમારો સ્કોર
આજના આધુનિક આર્થિક યુગમાં ઘર, ગાડી કે બિઝનેસ માટે લોન લેવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ જ્યારે પણ આપણે બેંકમાં લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરીએ છીએ, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ‘સિબિલ સ્કોર’ (CIBIL Score) નો આવે છે. જે લોકોએ ભૂતકાળમાં ક્યારેય લોન નથી લીધી કે ક્રેડિટ કાર્ડ વાપર્યું નથી, તેમનો કોઈ ક્રેડિટ હિસ્ટ્રી હોતો નથી. પરિણામે, બેંકો તેમને લોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. આ એક એવું ચક્ર છે જેમાં સામાન્ય માણસ ફસાઈ જાય છે – લોન વગર સ્કોર ન બને અને સ્કોર વગર લોન ન મળે! પરંતુ હવે આ ચિંતાનો કાયમી અંત આવી ગયો છે, કારણ કે ‘સ્ટેપ-અપ ક્રેડિટ કાર્ડ’ આ સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ રહ્યો છે.
નાણાકીય વ્યવસ્થાઓ વચ્ચે ક્રેડિટ સ્કોર સામાન્ય માણસના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો લોન લેવાને એક મોટી ઝંઝટ માને છે અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ કે ઉધાર નાણાં લેવાનું ટાળે છે. પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થાય છે જ્યારે અચાનક કોઈ તબીબી કટોકટી, બિઝનેસની તક કે ઘર ખરીદવા માટે મોટી લોનની જરૂર પડે છે. તે સમયે બેંકો જ્યારે સિબિલ સ્કોર માંગે છે, ત્યારે ખબર પડે છે કે ભૂતકાળમાં નાની લોન કે ક્રેડિટ કાર્ડ ન વાપરવાની ભૂલ કેટલી મોંઘી પડી રહી છે. જો તમારી પાસે પણ કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી, તો નિરાશ થવાની જરૂર નથી. માર્કેટમાં હવે ‘સ્ટેપ-અપ ક્રેડિટ કાર્ડ’ નો વિકલ્પ ઉપલબ્ધ છે, જે ખાસ કરીને ક્રેડિટ પ્રોફાઇલ બિલ્ડ કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ક્રેડિટ સ્કોર સુધારવામાં આ કાર્ડ કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે કોઈ સ્ટેપ-અપ ક્રેડિટ કાર્ડ લો છો અને તેના દ્વારા કરવામાં આવેલા ખર્ચનું બિલ દર મહિને સમયસર ચૂકવો છો, ત્યારે આ હકારાત્મક ચુકવણીની માહિતી દેશના ચાર મુખ્ય ક્રેડિટ બ્યુરો – CIBIL, Equifax, Experian અને CRIF High Mark ને નિયમિતપણે મોકલવામાં આવે છે. આ સંસ્થાઓ તમારા શિસ્તબદ્ધ નાણાકીય વ્યવહારના આધારે તમારો નવો ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે. જેમ-જેમ તમે નિયમિત ચૂકવણી ચાલુ રાખો છો, તેમ-જેમ તમારો સ્કોર મજબૂત થતો જાય છે. આ મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી ભવિષ્યમાં જ્યારે તમારે મોટી હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લેવી હશે ત્યારે બેંકો તરફથી ત્વરિત મંજૂરી મેળવવામાં સૌથી વધુ મદદરૂપ સાબિત થશે.
શું છે આ સ્ટેપ-અપ કાર્ડ અને તેની ખાસિયતો?
સરળ શબ્દોમાં સમજીએ તો, સ્ટેપ-અપ ક્રેડિટ કાર્ડ એ એક પ્રકારનું ‘સેક્યોર્ડ ક્રેડિટ કાર્ડ’ છે. આ કાર્ડ મેળવવા માટે તમારે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવી કોઈ સુરક્ષિત સંપત્તિ જમા કરાવવી પડે છે અને તે એફડીના આધારે જ બેંક તમને કાર્ડ ઇશ્યૂ કરે છે. સામાન્ય રીતે, આ યોજના હેઠળ તમારી જમા રકમના આશરે ૭૫ થી ૯૦ ટકા જેટલી ક્રેડિટ મર્યાદા (લિમિટ) આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે બેંકમાં ₹૧ લાખની એફડી કરાવો છો, તો તમને ₹૭૫,૦૦૦ ની ક્રેડિટ લિમિટ ધરાવતું સ્ટેપ-અપ ક્રેડિટ કાર્ડ કોઈપણ પ્રકારના આવકના પુરાવા કે સિબિલ સ્કોરની ચકાસણી વગર બહુ સરળતાથી મળી જાય છે. આ વ્યવસ્થામાં તમારી એફડી પર વ્યાજ પણ ચાલુ રહે છે અને સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ મળે છે.
ડિજિટલથી ફિઝિકલ સુધીનો સ્માર્ટ વપરાશ
આ કાર્ડ માટે અરજી કરતાની સાથે જ સૌ પ્રથમ તમને એક ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કાર્ડ મળે છે, જેનો ઉપયોગ તમે તાત્કાલિક ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ કે સબ્સ્ક્રિપ્શન માટે કરી શકો છો. ત્યારબાદ થોડા દિવસોમાં જ્યારે તમને પ્લાસ્ટિકનું અસલી ભૌતિક (ફિઝિકલ) કાર્ડ મળી જાય, ત્યારે તમે તેનો ઉપયોગ મોલ, સુપરમાર્કેટ કે પેટ્રોલ પંપ પર ઑફલાઇન સ્વાઇપ કરીને કરી શકો છો, જેનાથી તમને વધુ રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેકનો લાભ મળે છે.
ફાયનાન્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ક્રેડિટ બ્યુરો માત્ર તમારી ચૂકવણી જ નથી જોતા, પરંતુ તે તમારા ‘ક્રેડિટ મિક્સ’ (Credit Mix) પર પણ નજર રાખે છે. ક્રેડિટ મિક્સ એટલે કે તમારા પ્રોફાઇલમાં સિક્યોર્ડ (સુરક્ષિત) અને અનસિક્યોર્ડ (અસુરક્ષિત) લોનનું પ્રમાણ કેટલું છે. આ કાર્ડ એક સુરક્ષિત લોનની શ્રેણીમાં આવતું હોવાથી તમારા ક્રેડિટ મિશ્રણમાં પોઝિટિવ બેલેન્સ લાવે છે. આ ઉપરાંત, જો તમે તમારી ક્રેડિટ મર્યાદાના ૭૫ ટકા સુધીનો નિયમિત ખર્ચ કરો છો અને સમયસર બિલ ભરો છો, તો તમે ભવિષ્યમાં ક્રેડિટ લિમિટ વધારવા માટે પણ બેંકમાં અરજી કરી શકો છો. આ કાર્ડ ખરા અર્થમાં આર્થિક સ્વતંત્રતા તરફનું તમારું પહેલું મજબૂત પગથિયું બની શકે છે.
#CIBILScoreTipsGujarati #