જોઝિલા ટનલ બંધ થતાં ગિન્નાઈ Gen Z પ્રવાસી, સીએમ ઓમર અબ્દુલ્લાએ આપી જોરદાર પ્રતિક્રિયા

5 Min Read

“અમે Gen Z છીએ, સહન નહીં કરીએ”: ઝોજીલા ટનલ પર અટકાયેલા પ્રવાસીનો હંગામો; ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કરતા કહ્યું- “આ તો ‘તમે જાણો છો મારો બાપ કોણ છે?’ જેવું છે!

સોશિયલ મીડિયાના યુગમાં વિરોધ નોંધાવવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ ક્યારેક સુરક્ષા અને હવામાનની ગંભીર સ્થિતિ સામે પ્રવાસીઓનો અધીરો આક્રોશ ચર્ચાનો વિષય બની જતો હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કાશ્મીર-લદ્દાખ પ્રવાસે ગયેલી એક યુવતીનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. ઝોજીલા પાસ અને સોનામાર્ગ રોડ બંધ થવાના કારણે રસ્તામાં અટવાઈ ગયેલી આ યુવતીએ સુરક્ષા દળો સામે બૂમો પાડીને કહ્યું, “અમે Gen Z છીએ, અમે આ સહન નહીં કરીએ!” આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ તેના પર જોરદાર ચિમોટો ભર્યો છે અને તેને ધમકાવવાનો નવો ટ્રેન્ડ ગણાવ્યો છે.

શું છે સમગ્ર વાયરલ વીડિયોનો મામલો?

આ ઘટના કારગિલ વિજય દિવસ (26 જુલાઈ) આસપાસની છે. દ્રાસ નજીક આવેલી મિનીમાર્ગ ચેકપોસ્ટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના કારણે વાહનોની અવરજવર રોકવામાં આવી હતી. આ વિસ્તારમાં ખરાબ હવામાન અને સુરક્ષા પ્રોટોકોલના કારણે વારંવાર રસ્તાઓ બંધ કરવામાં આવે છે, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

- Advertisement -

abdullah.jpg

પાંચેક કલાક સુધી ટ્રાફિકમાં અટવાયેલી એક મહિલા પ્રવાસીનો ધૈર્યનો બંધ તૂટી ગયો હતો. વાયરલ વીડિયોમાં તે મિનીમાર્ગ ચેકપોસ્ટ નજીક લદ્દાખ પોલીસ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ પર ગુસ્સે થતી જોવા મળે છે.

- Advertisement -

તેણે સ્થળ પર એકઠા થયેલા અન્ય પ્રવાસીઓ તરફ ફરીને બૂમો પાડી હતી:

“શું તમે બધા રોડ પર બેસીને વિરોધ કરવાના છો કે નહીં? ચાલો જઈએ! તેઓ આપણને કેવી રીતે રોકી શકે? પાંચ કલાક થઈ ગયા છે. શું આપણે અહીં પ્રવાસ કરવા માટે પૈસા ચૂકવીએ છીએ કે આ બધું સહન કરવા માટે? તેમણે ગેટ કેમ બંધ કરી દીધો છે?”

મુસાફરી દરમિયાન સામાન્ય નાગરિકોને રોકવા અને તે જ સમયે એક મંત્રીના કાફલાને પસાર થવા દેવા અંગે પણ તેણીએ સવાલો ઉઠાવ્યા હતા. તેણીએ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા દળો સ્થાનિક લોકોને હેરાન કરે છે અને હવે પ્રવાસીઓ સાથે પણ એવું જ કરી રહ્યા છે. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકો તેના સમર્થનમાં તાળીઓ પાડતા પણ જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો કટાક્ષ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ (ટ્વિટર) પર આ વીડિયો શેર કરીને યુવતીના વર્તન પર તીખો કટાક્ષ કર્યો હતો.

- Advertisement -

ઓમર અબ્દુલ્લાએ લખ્યું:

“આ ‘અમે Gen Z છીએ’ (We are Gen Z) વાક્ય હવે દિલ્હીના પ્રખ્યાત ‘શું તમે જાણો છો કે મારો બાપ કોણ છે?’ (Do you know who my father is?) નું નવું સંસ્કરણ બની ગયું છે. આજકાલની પેઢી (Gen Z) દ્વારા બનાવેલી પોતાની સારી પ્રતિષ્ઠાને બગાડવાનો આ સૌથી ઝડપી રસ્તો છે, જ્યાં સહેજ પણ અસુવિધા થાય ત્યારે આ વાક્યને ધમકી તરીકે વાપરવામાં આવે છે.”

મુખ્યમંત્રીના આ નિવેદનને અનેક નેટીઝન્સ તરફથી સમર્થન મળ્યું હતું, જેમનું માનવું હતું કે સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં સુરક્ષા નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે.

લદ્દાખ પોલીસની સ્પષ્ટતા અને વાસ્તવિકતા

ઘટના અંગે સ્થાનિક પ્રશાસન અને લદ્દાખ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, 26 જુલાઈના રોજ સમગ્ર દેશમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન અને અન્ય વરિષ્ઠ વિવીઆઈપી (VVIP) નેતાઓ તથા લશ્કરી અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કારગિલ અને ઝોજીલા માર્ગ પર અસ્થાયી રૂપે વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.

ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં આવેલા ઝોજીલા પાસ (Zojila Pass) પર વારંવાર ભૂસ્ખલન, ખરાબ હવામાન અને સુરક્ષા કારણોસર રસ્તા અચાનક બંધ કરવા પડે છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા પ્રોટોકોલ સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં, પછી ભલે તેનાથી મુસાફરોને થોડી અસુવિધા ભોગવવી પડે.

સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયા લોકો

આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે:

પ્રવાસીના સમર્થકો: કેટલાક લોકોનું માનવું છે કે 5 કલાક સુધી કોઈ પણ સુવિધા વગર નાના બાળકો અને પરિવાર સાથે રોડ પર અટવાઈ રહેવું અત્યંત મુશ્કેલ છે, અને પ્રશાસને ટ્રાફિક સંચાલન વધુ સારું કરવું જોઈએ.

નિયમોના સમર્થકો: મોટાભાગના લોકોનું માનવું છે કે લદ્દાખ અને કાશ્મીર જેવા સરહદી પ્રદેશોમાં સુરક્ષા દળો પોતાની ફરજ બજાવતા હોય છે. VVIP મુવમેન્ટ અને દેશની સુરક્ષા સામે વ્યક્તિગત અસુવિધાને મહત્વ આપીને ડ્યુટી પરના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરવો અયોગ્ય છે.

Share This Article