મુંબઈ ઇન્ડિયન્સના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિજેતા ટીમને મળેલી કુલ ઈનામી રકમ

3 Min Read

WPL 2026: ચેમ્પિયન RCB પર પૈસાની વરસાદ, હાર છતાં દિલ્હી કેપિટલ્સને પણ કરોડોની ઇનામ રકમ

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની સીઝન રોમાંચક મેચો અને ઐતિહાસિક પળોથી ભરપૂર રહી. આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને હરાવીને બીજી વખત WPLનો ખિતાબ પોતાના નામે કર્યો. 5 ફેબ્રુઆરીએ BCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં RCBએ 6 વિકેટથી શાનદાર જીત મેળવી અને ફરી એકવાર ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.

આ સાથે RCB WPLમાં બે વખત ખિતાબ જીતનાર બીજી ટીમ બની ગઈ છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે 2023 અને 2025માં ટ્રોફી જીતી હતી, જ્યારે RCBએ 2024 અને હવે 2026માં ખિતાબ જીત્યો છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ સતત ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યા છતાં ફરી એકવાર ટ્રોફીથી વંચિત રહ્યા.

- Advertisement -

rcb.jpg

RCBને મળ્યા 6 કરોડ રૂપિયા દિલ્હી કેપિટલ્સને પણ મોટું ઇનામ

ચેમ્પિયન બનતા જ RCB પર ઇનામની વરસાદ થઈ. WPL 2026ની વિજેતા ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 કરોડ રૂપિયાની ઇનામ રકમ આપવામાં આવી. જ્યારે ફાઇનલમાં હાર છતાં સમગ્ર સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા મળ્યા.

- Advertisement -

ખાસ વાત એ છે કે WPL શરૂ થયા ત્યારથી અત્યાર સુધી ઇનામ રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સે બે વખત ટ્રોફી જીતીને કુલ 12 કરોડ રૂપિયા મેળવી ચૂક્યા છે, જ્યારે RCBને પણ બંને વખત ચેમ્પિયન બનીને 6-6 કરોડ રૂપિયા મળ્યા છે.

આ સીઝનમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ એલિમિનેટર સુધી પહોંચી હતી, પરંતુ દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો. એલિમિનેટરમાં હાર થવાને કારણે ગુજરાત જાયન્ટ્સને કોઈ ઇનામ રકમ મળી નથી.

આ ખેલાડીઓને મળ્યા ખાસ એવોર્ડ અને રોકડ ઇનામ

WPL 2026 દરમિયાન વ્યક્તિગત પ્રદર્શન માટે પણ અનેક ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા. ટૂર્નામેન્ટના તમામ ખાસ એવોર્ડ સાથે 5 લાખ રૂપિયાની રોકડ ઇનામ રકમ આપવામાં આવી.

- Advertisement -
  • ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) – સ્મૃતિ માંધાના
  • પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) – સ્મૃતિ માંધાના
  • સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી – હરમનપ્રીત કૌર
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન – ગ્રેસ હેરિસ

સ્મૃતિ માંધાનાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટ પર પોતાનો દબદબો જમાવ્યો, જ્યારે હરમનપ્રીત કૌરે પોતાની તાકાતભરી બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા.

ફાઇનલમાં RCBનો ઐતિહાસિક રન ચેઝ

WPL 2026ની ફાઇનલ મેચ અનેક રીતે ઐતિહાસિક સાબિત થઈ. દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતાં 203 રનનો મોટો સ્કોર ઉભો કર્યો અને RCBને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો. WPLના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય પણ આટલો મોટો ટાર્ગેટ ચેઝ થયો ન હતો.

rcb11.jpg

પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દબાણ વચ્ચે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને માત્ર 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધું. સ્મૃતિ માંધાના અને જ્યોર્જિયા વોલે અર્ધશતક ફટકારીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ જીત સાથે RCBએ ન માત્ર ટ્રોફી જીતી, પરંતુ WPLના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને નવો રેકોર્ડ પણ બનાવ્યો.

Share This Article