ભારત સાથે યુદ્ધની તૈયારીમાં હતું ચીન? ગલવાન બાદ પરમાણુ પરીક્ષણની વિગતો આવતા દુનિયા ચોંકી ઉઠી!

3 Min Read

ગલવાન હિંસા બાદ ચીને ભારતીય સરહદ પાસે કર્યું હતું ગુપ્ત પરમાણુ પરીક્ષણ? અમેરિકાના ખુલાસાથી ફેલાયો ખળભળાટ

વર્ષ 2020માં જ્યારે ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં તણાવ ચરમસીમા પર હતો, ત્યારે ચીને સરહદથી માત્ર 1300 કિમી દૂર એક ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું હોવાનો ચોંકાવનારો દાવો અમેરિકાએ કર્યો છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગુપ્તચર વિગતો અનુસાર, ચીને તેના પ્રમુખ પરીક્ષણ સ્થળ ‘લોપ નૂર’ (Lop Nur) ખાતે આ વિસ્ફોટ કર્યો હતો. આ ઘટસ્ફોટ બાદ દક્ષિણ એશિયાના સુરક્ષા સમીકરણો પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

2.75ની તીવ્રતાના ઝટકાએ ખોલી પોલ?

અમેરિકી વિદેશ વિભાગના મદદનીશ સચિવ ક્રિસ્ટોફર યેવના જણાવ્યા અનુસાર, 22 જૂન 2020ના રોજ કઝાકિસ્તાનના સિસ્મિક સ્ટેશન પર 2.75ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે આ ઝટકાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી ત્યારે તેનું કેન્દ્ર ચીનનું લોપ નૂર પરમાણુ પરીક્ષણ સ્થળ હોવાનું બહાર આવ્યું હતું. અમેરિકાનું માનવું છે કે આ કોઈ કુદરતી ભૂકંપ નહોતો પરંતુ ચીન દ્વારા કરવામાં આવેલું એક લો-યીલ્ડ (ઓછી ક્ષમતાનું) પરમાણુ પરીક્ષણ હતું.

- Advertisement -

જોકે, નોર્વેની સંસ્થા NORSAR જેવા કેટલાક સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે કે સિગ્નલ ખૂબ નબળા હતા, પરંતુ અમેરિકા તેની વાત પર મક્કમ છે.

china.jpg

- Advertisement -

ચીને આરોપોને નકારી કાઢ્યા

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. ચીનનું કહેવું છે કે અમેરિકા પોતે ફરીથી પરમાણુ પરીક્ષણો શરૂ કરવા માટે બહાના શોધી રહ્યું છે. નોંધનીય છે કે ચીને સત્તાવાર રીતે છેલ્લે 1996માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. બંને દેશોએ પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT) પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ હજુ સુધી તેનો સત્તાવાર અમલ થયો નથી.

સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોપ નૂર ખાતે ચીને નવી સુરંગોનું નિર્માણ કર્યું છે અને સાધન-સામગ્રીના સંગ્રહ માટે વિસ્તારો વધાર્યા છે. પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, ચીન પાસે હાલમાં લગભગ 600 પરમાણુ હથિયારો છે અને 2030 સુધીમાં તે આ સંખ્યા 1000 સુધી લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે.

steltight.jpg

શું મોટા વિસ્ફોટને છુપાવવામાં આવ્યો?

નિષ્ણાતો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીને ‘ડિકપલિંગ’ (Decoupling) ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. આ ટેકનોલોજીમાં ભૂગર્ભમાં એક વિશાળ ગુફા બનાવીને વિસ્ફોટ કરવામાં આવે છે, જેથી બહારની દુનિયાને ભૂકંપના ઝટકાની તીવ્રતા ઓછી લાગે. જો 2.75ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હોય, તો તે ડઝનેક ટન TNT જેટલો હોઈ શકે છે, પરંતુ યોગ્ય ટેકનોલોજીથી ચીને આનાથી પણ મોટો વિસ્ફોટ છુપાવ્યો હોવાની શક્યતા નકારી શકાતી નથી.

- Advertisement -
Share This Article