યુવાનોમાં વધતું બ્રેઈન સ્ટ્રોકનું જોખમ! 40 વર્ષથી નાની ઉંમરે કેમ આવે છે એટેક? ડોક્ટરોએ જણાવ્યા 3 મુખ્ય કારણો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

40 વર્ષથી ઓછી ઉંમરમાં પણ વધી રહ્યું છે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ, નિષ્ણાતોએ જણાવ્યા આ 3 મુખ્ય કારણો

આજના સમયમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ માત્ર વૃદ્ધો સુધી મર્યાદિત રહ્યું નથી, પરંતુ 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં પણ તેના કેસો ઝડપથી વધી રહ્યા છે. બ્રેઈન સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજ સુધી પહોંચતો લોહીનો પ્રવાહ અચાનક અટકી જાય અથવા લોહીની નળી ફાટવાને કારણે મગજને નુકસાન થાય. આવી સ્થિતિમાં મગજના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી અને તે મરવા લાગે છે.

સ્ટ્રોકના લક્ષણોને ઓળખો

બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અચાનક દેખાય છે અને જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ બની શકે છે. અચાનક બોલવામાં તકલીફ થવી, ચહેરા અથવા શરીરના કોઈ એક ભાગમાં નબળાઈ કે સુન્નતા અનુભવવી, તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા અથવા જોવામાં તકલીફ થવી એ બ્રેઈન સ્ટ્રોકના સંકેતો હોઈ શકે છે. આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ.

- Advertisement -

dimag2.jpg

યુવાનોમાં સ્ટ્રોક થવાના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, ઓછી ઉંમરમાં સ્ટ્રોક આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી મુખ્ય ત્રણ નીચે મુજબ છે:

- Advertisement -
  1. વ્યસન (ધૂમ્રપાન અને ડ્રગ્સ): સિગારેટ કે તમાકુમાં રહેલા હાનિકારક તત્વો લોહીની નળીઓને નુકસાન પહોંચાડે છે અને લોહીના ગંઠાવા (Clots) બનવાનું જોખમ વધારે છે.
  2. ખરાબ જીવનશૈલી અને તણાવ: હાઈ બ્લડ પ્રેશર, વધુ પડતો માનસિક તણાવ, બેઠાડુ જીવન અને અનહેલ્ધી ડાયટ યુવાનોમાં સ્ટ્રોકનું મોટું કારણ બની રહ્યા છે.
  3. મેડિકલ હિસ્ટ્રી: ડાયાબિટીસ, સ્થૂળતા અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ પણ સ્ટ્રોકના જોખમને અનેકગણું વધારી દે છે.

બ્રેઈન સ્ટ્રોકના પ્રકાર

ડોક્ટરોના જણાવ્યા મુજબ બ્રેઈન સ્ટ્રોક મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:

  • ઇસ્કેમિક સ્ટ્રોક (Ischemic Stroke): આ સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં મગજની નળીમાં લોહીનો ગંઠાઈ જવાથી લોહીનો પ્રવાહ અટકી જાય છે.
  • હેમરેજિક સ્ટ્રોક (Hemorrhagic Stroke): આમાં મગજની નળી ફાટી જાય છે અને લોહી વહેવા લાગે છે, જે અત્યંત ગંભીર સ્થિતિ છે.
  • ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક (TIA): તેને ‘મિની સ્ટ્રોક’ પણ કહેવાય છે. જેમાં લોહીનો પ્રવાહ થોડા સમય માટે અટકે છે. આ ભવિષ્યમાં આવનારા મોટા સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે.

dimag.jpg

બચાવ માટે શું કરવું?

બ્રેઈન સ્ટ્રોકથી બચવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે. ધૂમ્રપાન અને નશાથી દૂર રહેવું, નિયમિત કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ ઉપરાંત, સમયાંતરે બ્લડ પ્રેશર અને સુગરની તપાસ કરાવવી અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જો શરીરમાં કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય, તો વિલંબ કર્યા વિના તબીબી સલાહ લેવી જોઈએ.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.