ચોકો ચિપ્સ કુકીઝ રેસીપી: બાળકોના દૂધ સાથેના નાસ્તા માટે બેસ્ટ, મિનિટોમાં થશે તૈયાર

2 Min Read

બાળકો માટે દૂધ સાથે ખાવા માટે બેસ્ટ છે આ ‘ચોકો ચિપ્સ કુકીઝ’, ઘરે જ ઝટપટ આ રીતે કરો તૈયાર

આજકાલ બાળકો હોય કે મોટા, દરેકને ચા કે દૂધની સાથે કંઈક ટેસ્ટી ખાવાનું મન થતું હોય છે. જો તમે તમારા બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો શોધી રહ્યા છો, તો ‘ચોકો ચિપ્સ કુકીઝ’ (Choco Chip Cookies) એક ઉત્તમ વિકલ્પ છે. આ કુકીઝ બનાવવામાં ખૂબ જ સરળ છે અને બજાર જેવો સ્વાદ ઘરે જ ઓછા સામાનમાં મેળવી શકાય છે. ચાલો જાણીએ આ મજેદાર કુકીઝ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.

જરૂરી સામગ્રી

ચોકો ચિપ્સ કુકીઝ બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે

- Advertisement -

 cookiee.jpg

  • મેંદો
  • અનસોલ્ટેડ બટર (માખણ)
  • દાણાદાર ખાંડ
  • બ્રાઉન શુગર (જો ઉપલબ્ધ હોય તો)
  • ઈંડું (વૈકલ્પિક)
  • વેનીલા એસેન્સ
  • બેકિંગ સોડા
  • ચોકો ચિપ્સ
  • ચપટી મીઠું

કુકીઝ બનાવવાની રીત

સ્ટેપ 1: સૌથી પહેલા એક મોટું વાસણ લો. તેમાં બટર, દાણાદાર ખાંડ અને બ્રાઉન શુગર ઉમેરો. હવે આ મિશ્રણને ત્યાં સુધી બરાબર ફેંટો જ્યાં સુધી તે એકદમ મુલાયમ અને હલકું ન થઈ જાય.

- Advertisement -

સ્ટેપ 2: તૈયાર થયેલા મિશ્રણમાં ઈંડું અને વેનીલા એસેન્સ ઉમેરીને ફરી એકવાર બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ 3: હવે એક અલગ બાઉલમાં મેંદો, બેકિંગ સોડા અને ચપટી મીઠું ગાળી લો. આ કોરી સામગ્રીને પેલા બટરવાળા મિશ્રણમાં ધીરે-ધીરે ઉમેરતા જાવ અને બરાબર હલાવો.

સ્ટેપ 4: અંતમાં આ લોટમાં પુષ્કળ પ્રમાણમાં ચોકો ચિપ્સ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.

- Advertisement -

cookiee1.jpg

સ્ટેપ 5: હવે આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ લૂઆ (ગોળા) બનાવો અને તેને હથેળીથી સહેજ દબાવીને કુકીઝનો આકાર આપો. આ કુકીઝને બેકિંગ ટ્રે પર થોડા અંતરે ગોઠવો.

સ્ટેપ 6: ઓવનને પ્રી-હીટ કર્યા પછી, કુકીઝને 10 થી 12 મિનિટ માટે અથવા તો જ્યાં સુધી તેની કિનારીઓ સોનેરી (Golden) ન થઈ જાય ત્યાં સુધી બેક કરો.

TAGGED:
Share This Article