KKR SWOT Analysis: કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026 કેટલી મુશ્કેલ? જાણો ટીમની તાકાત અને નબળાઈ

3 Min Read

KKR SWOT Analysis: આ IPL સીઝનમાં કોલકાતા માટે પડકારોનો પહાડ, શું ચોથી વખત ચેમ્પિયન બની શકશે ટીમ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે. ટીમની નજર ચોથી વખત ટ્રોફી જીતવા પર છે, પરંતુ આ રસ્તો બિલકુલ સરળ દેખાઈ રહ્યો નથી. ગત સીઝનમાં KKRનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું, જ્યાં ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને રહી હતી. 14 મેચોમાંથી માત્ર 5માં જીત મેળવનારી આ ટીમે આ વખતે હરાજીમાં કેમરૂન ગ્રીન પર 25.20 કરોડ રૂપિયા ખર્ચીને મોટો દાવ ખેલ્યો છે, છતાં પડકારો હજુ પણ યથાવત છે.

kkr1.jpg

- Advertisement -

હરાજીમાં આ ખેલાડીઓ પર લગાવી બાજી

કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે હરાજીમાં સૌથી વધુ રકમ સાથે ઉતરી હતી. ટીમે કેમરૂન ગ્રીન જેવા ઓલરાઉન્ડરને સામેલ કરીને પોતાની મધ્યમ હરોળ મજબૂત કરી છે, તો ફિન એલન જેવો આક્રમક ઓપનર પણ હવે KKR તરફથી રમતો જોવા મળશે. આ બંને ખેલાડીઓ એકલા હાથે મેચ પલટવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ટીમમાં રચિન રવિન્દ્ર અને ટિમ સીફર્ટ જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જે ટોપ ઓર્ડરમાં ઊંડાણ લાવશે.

તાકાત: મજબૂત ટોપ ઓર્ડર અને સુનીલ નરેનનો જાદુ

KKRની સૌથી મોટી તાકાત તેમનો આક્રમક ટોપ ઓર્ડર છે. ફિન એલન, સુનીલ નરેન, અજિંક્ય રહાણે, મનીષ પાંડે અને અંગકૃષ રઘુવંશી જેવા ખેલાડીઓની હાજરી ટીમને મજબૂતી આપે છે. ફિન એલન અને ટિમ સીફર્ટની ઓપનિંગ જોડી વિરોધી ટીમો માટે જોખમી સાબિત થઈ શકે છે. બોલિંગમાં સુનીલ નરેન હજુ પણ ટીમનો મુખ્ય હથિયાર છે, જેની સામે રન બનાવવા મુશ્કેલ છે. તે સિવાય ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરબાની પર ઝડપી બોલિંગની જવાબદારી રહેશે.

- Advertisement -

નબળાઈ: ખેલાડીઓની ફિટનેસ અને વરુણ ચક્રવર્તીનું ફોર્મ

સ્ક્વોડ ભલે મજબૂત દેખાતી હોય, પણ સીઝન શરૂ થતા પહેલા જ KKR માટે ફિટનેસ માથાનો દુખાવો બની છે. ટીમના મુખ્ય ઝડપી બોલર હર્ષિત રાણા સંપૂર્ણ ફિટ નથી અને તે આખી સીઝન ગુમાવે તેવી શક્યતા છે. મથીશા પથિરાના પણ ઈજાના કારણે રમે તેવી શક્યતા ઓછી છે. આ ઉપરાંત, સ્પિનર વરુણ ચક્રવર્તીનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. જો વરુણ વિકેટ લેવામાં નિષ્ફળ રહેશે, તો KKR માટે પ્લેઓફ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જશે.

kkr.jpg

KKR માટે તક અને પડકાર

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ રમનારી આ ટીમ પાસે આ વખતે ફરીથી વિજેતા બનવાની તક છે. જો KKR પોતાની પ્લેઈંગ-11માં પરિસ્થિતિ મુજબ યોગ્ય ખેલાડીઓને સ્થાન આપશે અને યુવા ખેલાડીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરશે, તો ટીમ ચોક્કસપણે ચોથી ટ્રોફી તરફ આગળ વધી શકે છે. જોકે, મુખ્ય બોલરોની ગેરહાજરીમાં ડેથ ઓવરોમાં રન રોકવા એ તેમના માટે સૌથી મોટો પડકાર રહેશે.

- Advertisement -
TAGGED:
Share This Article