પ્રતિનિધિ પારડી
પારડી શહેરના પોલીસ મથક નજીક આજરોજ દિવસે એક તબીબના બંધ બંગલા માં 1 લાખ થી વધુ મત્તા ની ચોરી નો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી તસ્કરો ટવેરા ગાડી લઈને ચોરી કરવા આવ્યા હતા અને બંગલા તાળું તોડી અંદરથી સોનાના દાગીના ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પારડી શહેરના પોલીસ મથક ની બાજુમાં જ આવેલ એક નામાંકિત તબીબના ર્ડો લતેસ એચ.પટેલ રહે મારુતિ સોસાયટીના ma ચિત્રકૂટ બંગલા માં આજરોજ રવિવારના સવારે 11 થી 12 વાગ્યાના ના સુમારે દિવસના અજાણ્યા તસ્કરો બંગલા માં ઘુસી પ્રથમ દરવાજા ના તાળાનો નકુચો તોડી અંદર પ્રવેશી લાકડા અને લોખંડ ના બે કબાટો તોડી અંદર મુકેલ સોનાની ચેઇન। પેંડેલ.લૂઝર અને ચાંદીના સિક્કા 35 થી 40 નંગ જેની કિંમત રૂ.20 હજાર દાગીના ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ રૂ, 8 હજાર અને કિંમતી હાથ ઘડિયાળ નંગ 4 જેની કિંમત રૂ.6 હજાર મળી કુલ રૂ.1 લાખ 4 હજાર ની મત્તા ચોરી નો બનાવ બનતા પારડી નગરમાં ચકચાર મચી જવા પામી હતી ડોક્ટર દંપતી બંને તેઓ પોતાના ક્લિનિક પારડી ચીવલ રોડ બજાર માં આવેલ ત્યાં હતા અને બંધ બંગલા માં તાસકોરોએ અંજામ આપ્યો હતો અને તસ્કરો સફેદ કલરની ટવેરા ગાડી લઈને ચોરી કરવા આવ્યા હતા જે ડોકટર ના બંગલા માં માળી નું કામ કરતી મહિલાએ તસ્કરોને એક સફેદ કલરની ટવેરા માં બેસીને જતા જાતે જોયું હતું તાળું તોડી અંદરથી સોનાના દાગીના ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘટના અંગે ની જાણ પોલીસને થતા તતકલીક પીએસઆઇ સોલંકી દોડી આવ્યા હતા અને બાદમાં ડોગ્સ અને એફએસએલ ની ટીમ આવી તેઓ એ નિરક્ષણ કરી હતી ઘટના અંગે ડોકટર લતેશ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે