IPL 2026 નો શંખનાદ: ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB સામે હૈદરાબાદનો પડકાર, જાણો ક્યારે અને ક્યાં જોશો લાઈવ મેચ

2 Min Read

શું RCB પોતાનો ખિતાબ બચાવી શકશે? હૈદરાબાદ સામેની પ્રથમ ટક્કર પહેલા જાણો બધું જ – સમય, પ્લેટફોર્મ અને ટીમ

IPL 2026 નો ઉત્સાહ હવે ચરમસીમાએ છે. આ સીઝનની પ્રથમ મેચ 28 માર્ચ થી શરૂ થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ટક્કર જોવા મળશે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં RCB પોતાનો ખિતાબ જાળવી રાખવાના ઈરાદા સાથે ઉતરશે, જ્યારે હૈદરાબાદ પોતાનું બીજું ટાઇટલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

live.jpg

- Advertisement -

મેચનો સમય અને ટોસની વિગતો

IPL 2026 ની આ પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા, એટલે કે સાંજે 7:00 વાગ્યે બંને ટીમના કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવશે. ખાસ વાત એ છે કે આ વખતે RCB ની કમાન રજત પાટીદારના હાથમાં હશે, જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કરશે.

ક્યાં જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ?

ક્રિકેટ ચાહકો માટે લાઈવ પ્રસારણને લઈને મોટા સમાચાર છે. RCB અને SRH વચ્ચેની આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports) પર કરવામાં આવશે, જ્યાં તમે અલગ-અલગ ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશો. જો તમે ઓનલાઈન મેચ જોવા માંગતા હોવ, તો જિયો હોટસ્ટાર (Jio Hotstar) એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

બંને ટીમોનું સંપૂર્ણ સ્ક્વોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ:

રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ટિમ ડેવિડ, દેવદત્ત પડિક્કલ, ફિલિપ સોલ્ટ, જીતેશ શર્મા, જેકબ બેથેલ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, જોશ હેઝલવુડ, રસિખ સલામ ડાર, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, યશ દયાલ, નુવાન તુષારા, વેંકટેશ અય્યર, જેકબ ડફી, મંગેશ યાદવ, જોર્ડન કોક્સ, વિહાન મલ્હોત્રા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંહ, વિકી ઓસ્ટવાલ, સાત્વિક દેશવાલ.

live1.jpg

- Advertisement -

સનરાઇઝર્સ હૈદરાબાદ:

ઈશાન કિશન (કેપ્ટન), ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, સ્મરણ રામચંદ્રન, અભિષેક શર્મા, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (નિયમિત કેપ્ટન), ઈશાન મલિંગા, જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ, સલિલ અરોરા, પ્રફુલ હિંગે, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ, બ્રાયડન કાર્સ, સાકિબ હુસૈન, ઝીશાન અન્સારી, અનિકેત વર્મા, અમિત કુમાર, ક્રેન્સ ફુલેટ્રા.

TAGGED:
Share This Article