નારિયેળ પાણી પીતા પહેલા સાવધાન! આ બીમારીઓ ધરાવતા લોકો માટે તે બની શકે નુકસાનકારક

3 Min Read

કોણે ન પીવું જોઈએ નારિયેળ પાણી? ફાયદાને બદલે થઈ શકે છે ગંભીર નુકસાન, સમય રહેતા થઈ જાવ સાવધાન

નારિયેળ પાણીને કુદરતનું અમૃત માનવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોષક તત્વો શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. ઉનાળાની ગરમીમાં તે શરીરને હાઇડ્રેટ રાખવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ માટે નારિયેળ પાણી ફાયદાકારક નથી હોતું? અમુક બીમારીઓ અથવા શારીરિક સ્થિતિમાં નારિયેળ પાણી પીવાથી લેવાના દેવા પડી શકે છે. જો તમે પણ સ્વાસ્થ્યના નામે રોજ નારિયેળ પાણી પીતા હોવ, તો જાણી લો કે કયા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

 tarial.jpg

- Advertisement -

કિડનીના દર્દીઓ માટે જોખમી

જો તમને કિડનીને લગતી કોઈ પણ સમસ્યા હોય, તો નારિયેળ પાણી પીતા પહેલા લાલબત્તી સમાન સાવધાની રાખવી જરૂરી છે. નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. સામાન્ય રીતે સ્વસ્થ કિડની વધારાના પોટેશિયમને શરીરમાંથી ફિલ્ટર કરી બહાર કાઢી નાખે છે, પરંતુ નબળી કિડની આ કાર્ય કરી શકતી નથી. શરીરમાં પોટેશિયમનું સ્તર વધી જવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને ગંભીર કિસ્સામાં જીવનું જોખમ પણ ઉભું થઈ શકે છે. તેથી, કિડનીના દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું જોઈએ.

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા

ડાયાબિટીસના દર્દીઓએ પણ નારિયેળ પાણી બાબતે સાવધ રહેવું જોઈએ. ભલે તે કુદરતી હોય, પણ તેમાં કુદરતી ખાંડ (Sugar) અને કેલરી હોય છે. જો તમારું બ્લડ શુગર લેવલ સતત હાઈ રહેતું હોય, તો વધુ પડતું નારિયેળ પાણી પીવાથી તે લેવલ વધુ વધી શકે છે.

- Advertisement -

આ ઉપરાંત, જેમનું બ્લડ પ્રેશર (BP) પહેલેથી જ ઓછું રહેતું હોય તેમણે પણ સાવચેતી રાખવી. નારિયેળ પાણી લો બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે, જેના કારણે ચક્કર આવવા કે નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે બીપીની દવાઓ લેતા હોવ, તો ખાસ ધ્યાન રાખવું.

શરદી-ઉધરસ અને ઠંડી તાસીર

આયુર્વેદ મુજબ નારિયેળ પાણીની તાસીર અત્યંત ઠંડી હોય છે. આ જ કારણે ઉનાળામાં તે રાહત આપે છે, પરંતુ જો તમને વારંવાર શરદી, ઉધરસ કે સાઈનસની સમસ્યા રહેતી હોય તો નારિયેળ પાણી તેને વધારી શકે છે. જો તમે વાયરલ ફીવર અથવા ગળાના દુખાવાથી પીડાતા હોવ, તો તે સમયે નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની ઠંડક તમારી તકલીફમાં વધારો કરી શકે છે.

nariyal.jpg

- Advertisement -

વધારે વજન અને પેટનો સોજો

ઘણા લોકો માને છે કે નારિયેળ પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે, જે વાત સાચી છે. પરંતુ જો તમે દિવસમાં અનેક નારિયેળ પાણી પીતા હોવ, તો તેમાં રહેલી કેલરી તમારું વજન વધારી પણ શકે છે. વળી, અમુક લોકોને નારિયેળ પાણી પીધા પછી પેટમાં ભારેપણું કે બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી સમસ્યા પણ થઈ શકે છે.

Share This Article