CSK vs PBKS: શું પંજાબ સામે આજે મેદાનમાં ઉતરશે એમએસ ધોની? જાણો ઈજાને લઈને શું છે લેટેસ્ટ અપડેટ

3 Min Read

IPL 2026: ચેપોકના મેદાનમાં આજે સીએસકે અને પંજાબ વચ્ચે ટક્કર, શું ધોનીની થશે વાપસી કે હજુ જોવી પડશે રાહ?

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે તેના હોમ ગ્રાઉન્ડ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટકરાવા જઈ રહી છે. આ મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ‘થાલા’ એટલે કે એમએસ ધોની આજે મેદાનમાં ઉતરશે? રિપોર્ટ્સ મુજબ, ધોનીનું આજની મેચમાં રમવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે, જેના કારણે ચાહકોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે.

mahi.jpg

- Advertisement -

પહેલી મેચ કેમ નહોતા રમ્યા ધોની?

આઈપીએલની આ સીઝનની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. આ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી, પરંતુ ધોની ટીમ સાથે ત્યાં ગયા નહોતા. અચાનક સમાચાર આવ્યા કે ધોનીને ‘કાફ સ્ટ્રેન’ (પિંડીના સ્નાયુઓમાં ખેંચાણ) ની સમસ્યા થઈ છે. આ ઈજાને કારણે તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને રિકવર થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગી શકે છે. આ જ કારણ હતું કે તેઓ સીઝનની શરૂઆતની મેચમાં ભાગ લઈ શક્યા નહોતા.

પ્રેક્ટિસ શરૂ કરી પણ સસ્પેન્સ યથાવત

તાજેતરમાં સીએસકેના કેમ્પમાંથી સારા સમાચાર આવ્યા હતા કે ધોનીએ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેઓ બેટિંગ કરતા પણ જોવા મળ્યા હતા, જેનો અર્થ છે કે તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. જોકે, ટીમ મેનેજમેન્ટ ધોની બાબતે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. ટૂર્નામેન્ટ હજુ શરૂઆતના તબક્કે છે, તેથી મેનેજમેન્ટ ઈચ્છે છે કે ધોની સંપૂર્ણ રીતે ફિટ થઈને જ મેદાનમાં પરત ફરે જેથી આગળની મહત્વની મેચોમાં કોઈ સમસ્યા ન થાય. આજના મેચમાં ધોની રમશે કે નહીં તે અંગે ઓફિશિયલ નિવેદન આવ્યું નથી, પરંતુ તેઓ ડગઆઉટમાં રહીને ટીમની રણનીતિમાં મદદ કરતા જરૂર દેખાશે.

- Advertisement -

સંજુ સેમસન ફરી સંભાળશે જવાબદારી

જો ધોની આજની મેચમાં નહીં રમે, તો વિકેટકીપિંગની જવાબદારી ફરી એકવાર સંજુ સેમસનના ખભા પર રહેશે. પહેલી મેચમાં હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા માટે સીએસકેએ આજે પંજાબ કિંગ્સ સામે એડીચોટીનું જોર લગાવવું પડશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ચેપોક સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં સ્પિનર્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

- Advertisement -
TAGGED:
Share This Article