IPL 2026: રિંકુ સિંહે રસેલના 40 કેચનો રેકોર્ડ તોડ્યો, હવે KKR ના ‘કેચ કિંગ’ તરીકે મેળવ્યું સ્થાન

2 Min Read

રિંકુ સિંહે આન્દ્રે રસેલને પછાડ્યો: KKR માટે IPLમાં આ ખાસ બાબતમાં બન્યો નંબર-1 ખેલાડી

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહેલી મેચમાં રિંકુ સિંહે માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ ફિલ્ડિંગમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. ઈડન ગાર્ડન્સના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં રિંકુ સિંહે ફિલ્ડિંગમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેનાથી તેણે ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને પણ પાછળ છોડી દીધો છે.

ipl.jpg

- Advertisement -

કેકેઆર માટે સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલની ગણના અત્યાર સુધી KKRના સૌથી સફળ ફિલ્ડરોમાં થતી હતી. રસેલે અત્યાર સુધી KKR તરફથી રમતા કુલ 40 કેચ ઝડપ્યા હતા. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રિંકુ સિંહે અનુકુલ રોયની ઓવરમાં અનિકેત વર્માનો શાનદાર કેચ પકડીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રિંકુ સિંહ હવે 41 કેચ સાથે KKR માટે IPLમાં સૌથી વધુ કેચ લેનારો ફિલ્ડર બની ગયો છે. ખાસ વાત એ છે કે રિંકુએ આ સિદ્ધિ પોતાની 61મી મેચમાં મેળવી છે.

- Advertisement -

KKR માટે સૌથી વધુ કેચ ઝડપનારા ટોચના ફિલ્ડર્સ:

  • રિંકુ સિંહ: 41 કેચ
  • આન્દ્રે રસેલ: 40 કેચ
  • સુનીલ નરેન: 36 કેચ
  • મનોજ તિવારી: 30 કેચ

મેચનો અહેવાલ: હૈદરાબાદનો જંગી સ્કોર

મેચની વાત કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 226 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને આક્રમક બેટિંગ કરતા માત્ર 35 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થાય છે.

ipl1.jpg

- Advertisement -

બોલિંગમાં મુઝરબાનીનો તરખાટ

KKR તરફથી બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 4 ઓવરમાં 41 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત વૈભવ અરોરાને પણ 2 સફળતા મળી હતી. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની ટીમ પર હવે રિંકુ સિંહ અને અન્ય બેટ્સમેનો પાસેથી મોટી આશા છે.

TAGGED:
Share This Article