ICICI પ્રુડેન્શિયલનો કમાલ: આ નવા ફંડે મચાવી ધૂમ, જાણો કેવી રીતે SIP રોકાણકારો થયા માલામાલ.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક શેરબજારોમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક અસ્થિરતાથી અછૂત નથી. જોકે, બજારના આ ડામાડોળ માહોલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના એક જાણીતા ફંડને નવો અવતાર આપ્યો છે.
નવી વ્યૂહરચના: 1 એપ્રિલ 2026 થી અમલમાં
SEBI ના 2025 ના ‘ફંડ ઓફ ફંડ્સ’ નિયમો અનુસાર, આ ફંડ હવે નવા માળખામાં કામ કરશે:
-
ઇક્વિટી (Equity): 65% થી 80% રોકાણ શેરબજારમાં રહેશે.
-
ડેટ (Debt): 20% થી 35% રોકાણ સુરક્ષિત ડેટ સ્કીમમાં કરવામાં આવશે.
આ ફેરફારને કારણે પોર્ટફોલિયોમાં સ્થિરતા આવશે અને સાથે જ સ્મોલકેપ તેમજ મિડકેપ સેગમેન્ટમાં વ્યૂહાત્મક રોકાણ કરવાની તક પણ મળશે.
વળતરનો આંકડો: ₹1 લાખના સીધા ₹20.34 લાખ!
આ ફંડે લાંબા ગાળાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો કોઈ રોકાણકારે 18 ડિસેમ્બર, 2003 ના રોજ આ ફંડમાં ₹1 લાખનું એકમુંઠ રોકાણ કર્યું હોત, તો 31 માર્ચ, 2026 સુધીમાં તેની કિંમત વધીને અંદાજે ₹20.34 લાખ થઈ ગઈ હોત. આ 14.47% નો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (CAGR) દર્શાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોનું પ્રદર્શન:
-
છેલ્લા 3 વર્ષ: 15.1% CAGR રિટર્ન.
-
છેલ્લા 5 વર્ષ: 14.9% CAGR રિટર્ન.
-
બેન્ચમાર્ક સામે સરખામણી: આ ફંડે તેના બેન્ચમાર્ક (નિફ્ટી-200 TRI) કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે, જેણે આ સમાન ગાળામાં અનુક્રમે 12.6% અને 11.4% રિટર્ન આપ્યું છે.
SIP રોકાણકારો માટે પણ ‘સોનામાં સુગંધ’
માત્ર એકમુંઠ રોકાણ જ નહીં, પરંતુ SIP દ્વારા રોકાણ કરનારાઓને પણ મોટો ફાયદો થયો છે. છેલ્લા 10 વર્ષમાં દર મહિને માત્ર ₹1,000 ની SIP કરનાર રોકાણકારનું કુલ રોકાણ ₹12 લાખ (કુલ વર્ષોના હિસાબે) સામે અત્યારે ₹21 લાખ થઈ ગયું છે. એટલે કે લગભગ 11% ના દરે રિટર્ન મળ્યું છે.
પોર્ટફોલિયો અને સેક્ટર વાઇઝ રોકાણ
આ ફંડની ખાસિયત એ છે કે તે સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે અન્ય સફળ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે (Fund of Funds). તેના પોર્ટફોલિયોમાં મુખ્ય પાંચ હોલ્ડિંગ્સ નીચે મુજબ છે:
-
ICICI પ્રુડેન્શિયલ વેલ્યુ ફંડ (11%)
-
ICICI પ્રુડેન્શિયલ લાર્જ એન્ડ મિડકેપ ફંડ (6.5%)
-
ICICI પ્રુડેન્શિયલ ફોકસ્ડ ઇક્વિટી ફંડ (6.4%)
-
ICICI પ્રુડેન્શિયલ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડ (5.6%)
-
ICICI પ્રુડેન્શિયલ ટેકનોલોજી ફંડ (5.4%)
આ ફંડ ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, હેલ્થકેર, એનર્જી અને કન્ઝપ્શન જેવા મજબૂત ગ્રોથ ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ જાળવી રાખે છે. જ્યારે બજારમાં અનિશ્ચિતતા હોય, ત્યારે તેનું ડેટ (ઋણ) રોકાણ જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

