બંગાળમાં રાજકીય સંગ્રામ: ‘મમતા બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે’, ભાજપ નેતાની પોસ્ટ પર TMC ના ગંભીર આક્ષેપો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના તબક્કાઓ જેમ જેમ આગળ વધી રહ્યા છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તાજેતરમાં IPS અજયપાલ શર્માના નિવેદન બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વોર’ છેડાઈ ગઈ છે. આ વિવાદમાં હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકની એક પોસ્ટને લઈને TMC એ ભાજપ પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મોટો આરોપ લગાવ્યો છે.
TMC નો આકરો વળતો પ્રહાર: ‘ભાજપની ઠોક દો સંસ્કૃતિ’
મંગળવાર, ૨૮ એપ્રિલના રોજ તૃણમૂલ કોંગ્રેસે તેના સત્તાવાર ‘X’ (ટ્વિટર) હેન્ડલ પરથી એક લાંબી પોસ્ટ કરી હતી. જેમાં ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે:
ભાજપ હવે મમતા બેનર્જીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહી છે.
ભાજપના પ્રવક્તાએ લખ્યું કે “ડરાયેગા તો ઠોકાયેગા દીદી”, જેનો અર્થ એ થાય છે કે જો તમે અમને ડરાવશો તો તમને ગોળી મારી દેવામાં આવશે.
ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી માટે ભાજપની આ કેવી ભાષા છે? શું આ જ ભાજપનું ‘પરિવર્તન’નું સપનું છે?
TMC એ વધુમાં ઉમેર્યું કે ભાજપ ઉત્તર પ્રદેશ અને બિહારની ‘ગોળી મારો’ અને ‘ઠોક દો’ સંસ્કૃતિને બંગાળની પવિત્ર ધરતી પર લાવવા માંગે છે.
PM મોદી અને અમિત શાહ પર નિશાન
તૃણમૂલ કોંગ્રેસે આ મામલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને સવાલો કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ધમકીભર્યા વાતાવરણને ટોચના સ્તરેથી મંજૂરી મળી હોય તેવું લાગે છે. જો ભાજપના નેતાઓ મુખ્યમંત્રી વિશે આવી વાત કરી શકતા હોય, તો બંગાળની સામાન્ય માતાઓ અને દીકરીઓ પર આ ‘ભગવા ગુંડાઓ’ કેવો કહેર વર્તાવશે તે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે.
TMC એ ચેતવણી આપી છે કે બંગાળ આ અપમાન ભૂલશે નહીં અને ૪ મેના રોજ મતદાન દ્વારા આનો જડબાતોડ જવાબ આપશે.
અજય આલોકનો પલટવાર: ‘વિક્ટિમ કાર્ડ રમવાનું બંધ કરો’
TMC ના આ ગંભીર આક્ષેપો બાદ ભાજપ નેતા અજય આલોકે પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું:
“શું તમને લોકોને હિન્દી સમજમાં નથી આવતી? ખોટું ‘વિક્ટિમ કાર્ડ’ રમવાનું અને પીડિત હોવાનો નાટક કરવાનું બંધ કરો.”
After rape threats and the circulation of vile, derogatory caricatures, BJP has now stooped to issuing open DEATH THREATS against Smt. @MamataOfficial.
BJP’s National Spokesperson @alok_ajay posted on his X handle: “डरायेगा तो ठोकाएगा दीदी @MamataOfficial“, meaning, “If you try… pic.twitter.com/WsJ3e0jwyo
— All India Trinamool Congress (@AITCofficial) April 28, 2026
“ગોળી ચલાવીને ભાગી જવું એ તમારી (TMC) સંસ્કૃતિ છે, અમારી નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે તમારા ગુંડાઓથી લોકોને ડરાવવાનું બંધ કરો, કારણ કે હવે બંગાળમાં પરિવર્તનનો સૂરજ ઉગી રહ્યો છે અને તમારું પતન નિશ્ચિત છે.
વિવાદનું મૂળ: IPS અજયપાલ શર્માનું નિવેદન
આ સમગ્ર વિવાદની શરૂઆત IPS અજયપાલ શર્મા દ્વારા ચૂંટણીમાં ડરાવવા-ધમકાવવા બાબતે આપવામાં આવેલી ચેતવણીથી થઈ હતી. ભાજપે આ નિવેદનને સમર્થન આપ્યું, જ્યારે TMC એ તેને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યું. આ ખેંચતાણ હવે “ઠોક દેંગે” જેવા શબ્દો સુધી પહોંચી ગઈ છે, જેણે ચૂંટણીના માહોલમાં વધુ ઝેર ભેળવ્યું છે.
