કેન્સરના દર્દીઓએ ઘરની બહાર કાઢી ફેંકવી જોઈએ આ 10 વસ્તુઓ: જાણો ઓન્કોલોજિસ્ટની મહત્વની સલાહ
કેન્સર એક એવી ગંભીર બીમારી છે જેમાં માત્ર દવાઓ જ નહીં, પણ દર્દીની આસપાસનું વાતાવરણ અને તેની જીવનશૈલી પણ રિકવરીમાં મોટી ભૂમિકા ભજવે છે. કેન્સરના નિષ્ણાત (Oncologist) ડો. રેખા આર્યાએ તાજેતરમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જે કેન્સરના દર્દીઓના ઘરમાં ન હોવી જોઈએ. આ વસ્તુઓ કેન્સરના જોખમને વધારી શકે છે અથવા સારવારની અસરમાં અવરોધ ઊભી કરી શકે છે.
જો તમારા ઘરમાં કોઈ કેન્સરની સારવાર લઈ રહ્યું હોય, તો આજે જ આ 10 વસ્તુઓ પર ધ્યાન આપો અને તેને દૂર કરો.
૧. સિગારેટ અને તમાકુ: સૌથી મોટું દુશ્મન
કેન્સરના દર્દીઓ માટે સિગારેટ કે તમાકુનું સેવન ઝેર સમાન છે. તે કેન્સરના કોષોને વધવામાં મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. માત્ર દર્દીએ જ નહીં, પણ ઘરના કોઈ પણ સભ્યએ દર્દીની આસપાસ ધૂમ્રપાન ન કરવું જોઈએ (Passive Smoking), કારણ કે તે પણ એટલું જ નુકસાનકારક છે.
૨. પ્રોસેસ્ડ મીટ (Processed Meat)
બજારમાં મળતું પેકેજ્ડ કે પ્રોસેસ્ડ મીટ કેન્સરના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે ક્યારેક તેનો ઉપયોગ કરી શકાય, પરંતુ નિયમિત સેવન ટાળવું જોઈએ. તાજો અને કુદરતી ખોરાક લેવો જ હિતાવહ છે.
૩. આલ્કોહોલ (દારૂ) થી અંતર
આલ્કોહોલનું સેવન ‘ડોઝ ડિપેન્ડન્ટ રિસ્ક’ વધારે છે, એટલે કે તમે જેટલું વધારે સેવન કરો છો, જોખમ એટલું જ વધતું જાય છે. કેન્સરની સારવાર દરમિયાન લિવર અને અન્ય અંગો પહેલેથી જ દબાણમાં હોય છે, તેથી આલ્કોહોલ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.
૪. ક્ષતિગ્રસ્ત નોન-સ્ટિક વાસણો (Damaged Non-stick)
ઘરમાં વપરાતા નોન-સ્ટિક વાસણો જો ઘસાઈ ગયા હોય કે તેમાંથી પડ ઉખડી રહ્યું હોય, તો તેનો તરત જ ત્યાગ કરો. આવા વાસણોને જ્યારે ખૂબ ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી હાનિકારક કેમિકલ્સ મુક્ત થાય છે જે ખોરાકમાં ભળે છે. કેન્સરના દર્દીઓ માટે આ અત્યંત જોખમી છે.
૫. પ્લાસ્ટિક કન્ટેનર અને બોટલો
પ્લાસ્ટિકના વાસણોમાં ક્યારેય ગરમ ખોરાક ન રાખવો જોઈએ. ગરમ ખોરાકને કારણે પ્લાસ્ટિકમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક્સ અને કેમિકલ્સ ખોરાકમાં ભળી જાય છે. ડોક્ટરની સલાહ મુજબ પ્લાસ્ટિકના બદલે કાચ (Glass) અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ.
૬. એલ્યુમિનિયમના વાસણોનો ત્યાગ
રસોઈમાં એલ્યુમિનિયમનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. એલ્યુમિનિયમ ધીમે ધીમે શરીરમાં જમા થાય છે જે નુકસાનકારક હોઈ શકે છે. તેના બદલે સ્ટીલ, લોખંડ (Iron) કે માટીના વાસણો રસોઈ માટે શ્રેષ્ઠ છે.
૭. ફરીથી ગરમ કરેલું તેલ (Reused Oil)
ભારતીય ઘરોમાં ઘણીવાર એકવાર વપરાયેલું તેલ ફરીથી તળવા માટે વાપરવામાં આવે છે. આ તેલ ‘કાર્સિનોજેનિક’ બની જાય છે, જે કેન્સરનું જોખમ વધારે છે. કેન્સરના દર્દીની રસોઈમાં હંમેશા તાજા અને શુદ્ધ તેલનો જ ઉપયોગ કરવો જોઈએ.
૮. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને શુગરી ડ્રિંક્સ
પેકેટમાં મળતા નાસ્તા, ઠંડા પીણાં (Cold Drinks) અને વધુ ખાંડવાળા પીણાંથી કેન્સરના દર્દીએ કોસો દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓ શરીરમાં સોજો (Inflammation) વધારે છે. તેના બદલે આખા અનાજ (Whole Grains), ફળો અને તાજા જ્યુસ પર ધ્યાન આપવું જોઈએ.
૯. એર ફ્રેશનર અને અગરબત્તીનો ધુમાડો
આશ્ચર્યજનક લાગે પણ એર ફ્રેશનર, અગરબત્તી અને સુગંધિત મીણબત્તીઓનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. તેમાં રહેલા કૃત્રિમ કેમિકલ્સ શ્વાસ લેવામાં તકલીફ પાડી શકે છે. જો ઘરમાં આ વસ્તુઓ વાપરવી જ પડે, તો ઘરનું વેન્ટિલેશન (હવાઉજાસ) ખૂબ સારું હોવું જોઈએ જેથી ધુમાડો અને કેમિકલ જમા ન થાય.
૧૦. હાર્શ ક્લીનર્સ અને પેસ્ટિસાઇડ સ્પ્રે
ઘર સાફ કરવા માટે વપરાતા તીવ્ર કેમિકલયુક્ત ક્લીનર્સ અને જંતુનાશક સ્પ્રેથી દર્દીને દૂર રાખવા જોઈએ. આ કેમિકલ્સની ગંધ અને તેના કણો દર્દીની રિકવરીમાં અવરોધ પેદા કરી શકે છે. સાફ-સફાઈ દરમિયાન રૂમની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જેથી હવાની અવરજવર જળવાઈ રહે.

