વલસાડ: વલસાડમાં એક ઉચ્ચ શિક્ષિત નરાધમ વિદ્યાર્થી યુવકે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ નો પ્રયાસ કરતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મિતેષ પટેલ બી ઇ મિકેનિકલ એન્જીનીઅર છે અને તે વલસાડ ની કોલેજમાં જ અભ્યાસ કરે છે. બાળકી પાડોશી ને ત્યાં રમવા ગઈ હતી અને પછી અચાનક રડતી ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો .નરાધમ આરોપી તેના મામા ના ઘરે રહેવા આવેલો હતો અને ત્યાં તેને આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસ એ હાલ બાળકી ના માતા પિતા ની ફરિયાદ લઈ પોસ્કો ની કલમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.