પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવો ઓબીસી સુધારા ખરડો પસાર: ૭૭ મુસ્લિમ સમુદાયોને ઓબીસી યાદીમાંથી બહાર કરાયા

4 Min Read

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મોટો આદેશ: OBC સુધારા બિલ પસાર, ૭૭ મુસ્લિમ સમુદાયો યાદીમાંથી બહાર

પશ્ચિમ બંગાળના રાજકારણ અને સામાજિક માળખામાં એક મોટો વળાંક આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સોમવારે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કર્યા છે. મે ૨૦૨૪માં કોલકાતા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદાને પગલે, રાજ્યની નવી ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે વિવિધ મુસ્લિમ સમુદાયોને ઓબીસી (OBC) યાદીમાંથી સત્તાવાર રીતે બહાર કરી દીધા છે. આ સુધારા અંતર્ગત રાજ્યમાં OBC માટેનો અનામત ક્વોટા પણ ૧૦% થી ઘટાડીને ૭% કરવામાં આવ્યો છે.

વિધાનસભામાં પછાત વર્ગ વિકાસ મંત્રી ગૌરીશંકર ઘોષ દ્વારા ‘પશ્ચિમ બંગાળ પછાત વર્ગ સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓનું અનામત (સુધારો) બિલ, ૨૦૨૬’ અને ‘કમિશન (સુધારો) બિલ, ૨૦૨૬’ રજૂ કરવામાં આવ્યા હતા, જે ચર્ચા બાદ પસાર થયા હતા.

- Advertisement -

bangal

‘નકલી OBC પ્રમાણપત્રો અને વોટ બેંક’ નો દાવો

બિલ રજૂ કરતી વખતે મંત્રી ગૌરીશંકર ઘોષે પૂર્વ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહને સંબોધતા કહ્યું, “હાઇકોર્ટના નિર્દેશ મુજબ, ભૂતપૂર્વ શાસન દ્વારા કોઈ પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ વિના જ માત્ર મુસ્લિમ સમુદાયોને અનુચિત અને રાજકીય લાભ આપવા માટે ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમને હવે દૂર કરાયા છે. અગાઉની સરકારે પછાત વર્ગ પંચને સંપૂર્ણપણે બાયપાસ કરીને વ્યાપક પ્રમાણમાં નકલી OBC પ્રમાણપત્રો જારી કર્યા હતા. હવે નવું કમિશન ઓબીસીની વાસ્તવિક સ્થિતિ પર નવેસરથી સર્વે કરશે.”

- Advertisement -

કયા સમુદાયો અંદર અને કયા બહાર?

મે મહિનામાં સત્તામાં આવ્યા બાદ સુવેન્દુ અધિકારીની સરકારે કોલકાતા હાઈકોર્ટના આદેશના આધારે ૧૮ મેના રોજ એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નવી સુધારેલી યાદી મુજબ હવે માત્ર ૬૬ સમુદાયોને જ રાજ્યમાં ઓબીસી તરીકે માન્યતા આપવામાં આવી છે, જેમને સરકારી નોકરીઓ અને સેવાઓમાં ૭% અનામતનો લાભ મળશે.

યાદીમાં જાળવી રખાયેલા સમુદાયો: જોલાહ (અંસારી મોમિન), ફકીર, પહાડિયા મુસ્લિમ, હજ્જમ અને ચૌદુલી મુસ્લિમ જેવા ગણતરીના પછાત જૂથોનો નવી યાદીમાં સમાવેશ ચાલુ રખાયો છે.

યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા સમુદાયો: મુસ્લિમ નેહારિયા, મુસ્લિમ હલદર, મુસ્લિમ સાનપુઈ, મુસ્લિમ માલી, ઘોસી (મુસ્લિમ), મુસ્લિમ દરજી/ઈદ્રીસી, મુસ્લિમ રાજમિસ્ત્રી, મુસ્લિમ બટિયારા અને મુસ્લિમ મોલ્લા સહિત કુલ ૭૭ સમુદાયોને ઓબીસીના દાયરામાંથી બહાર કરી દેવાયા છે.

- Advertisement -

આ વિવાદની પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ

આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૦ અને ૨૦૨૦ વચ્ચે દાખલ થયેલી અનેક જનહિત અરજીઓ (PIL) બાદ શરૂ થયો હતો. અરજદારોનો આરોપ હતો કે ૨૦૧૧માં ટીએમસી સત્તામાં આવ્યા બાદ કોઈ પણ આર્થિક કે શૈક્ષણિક મૂલ્યાંકન વિના સમુદાયોને ઓબીસી શ્રેણીમાં ઉમેરવામાં આવ્યા હતા.

bangal0

વાસ્તવમાં, ૨૦૧૦માં તત્કાલીન ડાબેરી (લેફ્ટ) સરકારે રંગનાથ મિશ્રા કમિશનની ભલામણોના આધારે મુસ્લિમો માટે OBC-A (૧૦% અનામત) અને OBC-B (૭% અનામત) શ્રેણીઓ બનાવી હતી. મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન આ યાદીનો વ્યાપ ઘણો વધારવામાં આવ્યો હતો.

“મુસ્લિમોને વોટ બેંકની જેમ વાપર્યા” હાઈકોર્ટની કડક ટિપ્પણી

વર્ષ ૨૦૨૪માં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદામાં પૂર્વ સરકારની નીતિઓની આકરી આલોચના કરવામાં આવી હતી. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, “કોઈ પણ યોગ્ય સર્વે વિના મુસ્લિમોના ૭૭ વર્ગોને ઓબીસી તરીકે વર્ગીકૃત કરવા તે સમગ્ર સમુદાયનું અપમાન છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સમુદાયને માત્ર રાજકીય હેતુઓ અને ચૂંટણી લાભ (વોટ બેંક) માટે એક વસ્તુ તરીકે વાપરવામાં આવ્યો છે, જે ભારતીય બંધારણ અને લોકશાહીનું અપમાન છે.”

Share This Article