પાલમાં સલૂનની આડમાં ચાલતા દેહવેપાર પર AHTUનો દરોડો: 4 મહિલાઓનું રેસ્ક્યૂ

3 Min Read

સુરત પાલ વિસ્તારમાં ફેમિલી સલૂનની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો; મહિલા સંચાલક અને ત્રણ ગ્રાહકોની ધરપકડ

રાજ આર્કેડમાં આવેલા ‘રૂપા ફેમિલી સલૂન’માંથી 4 લલનાઓને રેસ્ક્યૂ કરાઈ; પોલીસને ચકમો આપવા ફાયર સેફ્ટીના સાધનો પાછળ કોન્ડોમ છુપાવ્યા હતા; એજન્ટ એઝાઝ ખાન વોન્ટેડ જાહેર.

સ્પા અને સલૂનની આડમાં દેહવ્યાપારનો વધુ એક પર્દાફાશ

- Advertisement -

સુરત શહેરના ઉચ્ચ ભદ્ર અને શાંત ગણાતા પાલ વિસ્તારમાં સ્પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલ સ્થિત ‘રાજ આર્કેડ’ બિલ્ડિંગના બીજા માળે આવેલા ‘રૂપા ફેમિલી સલૂન’માં મસાજ અને સલૂનની સેવાઓના નામે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી સુરત પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

દરોડા દરમિયાન પોલીસે સલૂનની મહિલા સંચાલક રૂપાલી અને ત્રણ ગ્રાહકોની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. આ સિવાય કૂટણખાનામાં મજબૂરીવશ કે પૈસાની લાલચે ધકેલાયેલી 4 રૂપલલનાઓને મુક્ત કરાવી તેમનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

ccrime.jpg

કેવી રીતે ચાલતો હતો દેહવ્યાપારનો કાળો કારોબાર?

પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, આ કૂટણખાનું મુખ્યત્વે રૂપાલી પવન જોગેન્દ્રનાથ બિસ્વાલ નામની મહિલા ચલાવતી હતી. રૂપાલીએ પોતાના આ ગેરકાયદેસર ધંધાને કાયદેસરનું રૂપ આપવા માટે ફેમિલી સલૂનનું પાટીયું મારેલું હતું. સલૂનની અંદર જ અલગ-અલગ કેબિન બનાવીને બહારથી લાવેલી ચાર મહિલાઓ પાસે તે દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી.

આ કારોબારને મોટું રૂપ આપવા માટે રૂપાલીએ એઝાઝ ખાન નામના શખ્સને એજન્ટ તરીકે રાખ્યો હતો. આ એજન્ટ બહારથી ગ્રાહકો શોધીને રૂપા ફેમિલી સલૂન ખાતે મોકલતો હતો. બદલામાં એજન્ટ અને સંચાલિકા કમિશન મેળવતા હતા.

- Advertisement -

ચાલાક સંચાલિકાની પોલીસને ચકમો આપવાની તર્કબદ્ધ યુક્તિ

પોલીસના અચાનક દરોડા દરમિયાન કોઈ પુરાવો ન મળે અને પોલીસને શંકા ન જાય તે માટે મહિલા સંચાલિકા ખૂબ જ ચાલાકી વાપરતી હતી. તેણે સલૂનની અંદર કોઈ વાંધાજનક સામગ્રી રાખવાને બદલે દુકાનની બહાર ગેલેરીમાં મુકેલા ફાયર સેફ્ટીના સાધનો (અગ્નિશામક બોટલો) ની નીચે જ કોન્ડોમનો જથ્થો છુપાવી રાખ્યો હતો. ગ્રાહક આવે ત્યારે જ બહારથી કોન્ડોમ અંદર લાવવામાં આવતા હતા. પરંતુ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બારીકાઈથી તપાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો નીચેથી આ વાંધાજનક સામગ્રી શોધી કાઢી હતી અને સંચાલિકાની ચાલાકીનો પર્દાફાશ કર્યો હતો.

સંચાલિકા અને ત્રણ ગ્રાહકોની ધરપકડ, એજન્ટ ફરાર

પોલીસે સ્થળ પરથી જ કૂટણખાનું ચલાવતી મુખ્ય મહિલા સંચાલિકા રૂપાલી બિસ્વાલ ઉપરાંત દેહવ્યાપાર માણવા આવેલા ત્રણ ગ્રાહકોની અટકાયત કરી છે:

જયપ્રકાશ યાદવ

અબ્બાસ ઉદ્દીન ગુલામ અબીયા શેખ

નારાયણ સિંઘ બાગડી

દરોડા દરમિયાન બહારથી ગ્રાહકો સપ્લાય કરનારો મુખ્ય એજન્ટ એઝાઝ ખાન પોલીસની પકડમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.

Share This Article