માત્ર 64 બોલમાં 173 રન! મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેને ફટકાર્યા 16 ચોગ્ગા અને 12 છગ્ગા

4 Min Read

ફક્ત 64 બોલમાં 173 રન: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન નમન ધીરનો શેર-એ-પંજાબ T20 લીગમાં સનસનાટીભર્યો ધમાકો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા યુવા અને વિસ્ફોટક બેટ્સમેન નમન ધીરે શેર-એ-પંજાબ T20 લીગમાં પોતાના વિસ્ફોટક બેટિંગ ફોર્મથી સનસનાટી મચાવી દીધી છે. મેદાનના દરેક ખૂણે ચોગ્ગા અને છગ્ગાની વરસાદ કરતા નમન ધીરે માત્ર 64 બોલમાં 173 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી હતી. 270 થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવીને તેણે વિરોધી બોલરોને સંપૂર્ણપણે અસહાય બનાવી દીધા હતા. તેની આ સનસનાટીભરી ઇનિંગના બળ પર તેની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 279 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.નમન ધીરના આ રુદ્ર રૂપને જોઈને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો દંગ રહી ગયા છે. તેની આ ઇનિંગે આખી ટુર્નામેન્ટમાં એક નવો રોમાંચ ઊભો કરી દીધો છે.

naman.jpg

- Advertisement -

અમૃતસર સુરમા તરફથી ર રમતા નમન ધીરનું તોફાન

શેર-એ-પંજાબ T20 લીગની વર્તમાન સીઝનમાં મંગળવારે અમૃતસર સુરમા અને મોહાલી કિંગ્સ વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાઈ હતી. આ મેચમાં અમૃતસર સુરમાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઓપનિંગ બેટ્સમેન સહજ ધવન માત્ર ૧ રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો રાહુલ કુમાર પણ માત્ર 13 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

એક છેડેથી વિકેટો પડી રહી હતી ત્યારે બીજા છેડે નમન ધીરે ઈનિંગની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. જશ્નપ્રીત સિંહે 41 રન બનાવીને નમનનો થોડો સાથ આપ્યો હતો, પરંતુ થોડી જ વારમાં નમન ધીરે પોતાનું આક્રમક વલણ અપનાવ્યું હતું અને મોહાલી કિંગ્સના બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું.

- Advertisement -

270.31 ના સ્ટ્રાઇક રેટથી રન અને માત્ર 37 બોલમાં ફટકારેલી સદી

નમન ધીરે પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન માત્ર 64 બોલમાં 173 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 16 આકર્ષક ચોગ્ગા અને 12 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 270.31 નો રહ્યો હતો. નમનની બેટિંગની ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઇનિંગની 12મી ઓવરમાં જ માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી.

સદી ફટકાર્યા બાદ પણ તે અટક્યો નહોતો અને છેલ્લી ઓવર સુધી અણનમ રહીને આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેની આ અણનમ 173 રનની ઇનિંગને લીધે જ અમૃતસર સુરમાની ટીમે 20 ઓવરમાં 279 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો.

naman4.jpg

- Advertisement -

IPL માં મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો હિસ્સો

મૂળ પંજાબના રહેવાસી હોવા છતાં નમન ધીર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમે છે. તેણે 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું, જે સીઝનમાં તેને સાત મેચ રમવાની તક મળી હતી. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે તેણે 2025 અને 2026 ની આઈપીએલ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

અત્યાર સુધીમાં નમન ધીરે આઈપીએલમાં 37 મેચો રમીને 710 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ટી20 ક્રિકેટમાં તેની આક્રમક શૈલી અને મોટા શોટ્સ રમવાની ક્ષમતા તેને ભવિષ્યના સ્ટાર તરીકે રજૂ કરે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શેર-એ-પંજાબ T20 લીગના આ શાનદાર ફોર્મને તે આગામી દિવસોમાં કેટલું જાળવી રાખે છે.

Share This Article