એશિયા કપ 2026માં ઐતિહાસિક જીત બાદ PM મોદીએ ભારતીય મહિલા ટીમને આપી શુભેચ્છા, કહ્યું- ‘ગૌરવપૂર્ણ ક્ષણ’
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને મહિલા એશિયા કપ 2026નો ખિતાબ જીત્યા બાદ દેશભરમાંથી ટીમ ઈન્ડિયા માટે અભિનંદનનો ધોધ વહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને આઠમી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી. ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓએ ભારતીય મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 183/5નો મજબૂત સ્કોર નોંધાવ્યો. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહોતી અને 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામે ભારતે 72 રનની મોટી જીત મેળવીને મહિલા એશિયા કપમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત કર્યું.આ જીત માત્ર એક ટાઈટલ સુધી સીમિત રહી નથી. આઠમી વખત એશિયા કપ જીતનાર ભારતીય મહિલા ટીમે ફરી એકવાર એશિયન ક્રિકેટમાં પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે.

PM મોદીએ કહ્યું- ‘ભારતીય ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ’
ભારતીય ટીમની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારત માટે આ જીતને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમના આત્મવિશ્વાસ, સાતત્ય અને જુસ્સાની પ્રશંસા કરી.વડાપ્રધાન મોદીએ લખ્યું, “ભારતીય ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ! એશિયા કપ જીતવા બદલ મહિલા ટીમને અભિનંદન. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેમનો આત્મવિશ્વાસ, સાતત્ય અને અદભૂત જુસ્સો જોવા મળ્યો હતો.”
તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે ભારતીય મહિલા ટીમની આ સફળતા દેશના લાખો યુવાનોને રમતગમત તરફ આગળ વધવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે.PM મોદીના આ સંદેશમાં ભારતીય મહિલા ક્રિકેટમાં વધી રહેલી સફળતાને પણ રેખાંકિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલા ટીમના સતત સારા પ્રદર્શન વચ્ચે એશિયા કપનું આ ટાઈટલ ખેલાડીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે.
અમિત શાહે જીતને ગણાવી ‘સીમાચિહ્નરૂપ સિદ્ધિ’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીતની પ્રશંસા કરી હતી. તેમણે ટીમને એશિયા કપનું આઠમું ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને ખેલાડીઓના સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાનના પ્રદર્શનની પ્રશંસા કરી.અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભારતે એશિયન ક્રિકેટમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે ભારતીય ખેલાડીઓને ચેમ્પિયન ગણાવીને કહ્યું કે સમગ્ર ટુર્નામેન્ટમાં તેમના શાનદાર વર્ચસ્વથી દેશ રોમાંચિત થયો છે.
A proud moment for Indian cricket!
Congratulations to the Women’s team on winning the Asia Cup. Their confidence, consistency and remarkable spirit were on full display throughout the tournament.
May this triumph inspire millions of youngsters across the country to play more and shine.
— Narendra Modi (@narendramodi) September 14, 2026
તેમણે એ પણ જણાવ્યું કે ભારતીય મહિલા ટીમની આ સફળતા લાખો લોકોને પ્રેરણા આપવાનો માર્ગ મોકળો કરશે.આ રીતે દેશના ટોચના નેતાઓ તરફથી મળેલી શુભેચ્છાઓએ ભારતીય ટીમની ઐતિહાસિક જીતની ઉજવણીને વધુ ખાસ બનાવી છે.
ફાઈનલમાં બેટિંગ બાદ બોલિંગમાં પણ ભારતનો દબદબો
ફાઈનલમાં ભારતે ટોસ બાદ પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકા સામે 183/5નો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ટીમની શરૂઆત ખાસ રહી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતાં પ્રથમ વિકેટ માટે 129 રનની રેકોર્ડ ભાગીદારી કરી.શેફાલી વર્માએ 68 રનની ઇનિંગ્સ રમી, જ્યારે સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા. બંનેની આ ભાગીદારીએ ભારતને શરૂઆતથી જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું. ત્યારબાદ ભારતે અંતિમ ઓવરોમાં પણ જરૂરી રન બનાવ્યા અને શ્રીલંકા સામે 184 રનનો લક્ષ્યાંક મૂક્યો.
India sets another milestone in Asian cricket.
Heartiest congratulations to our champions on clinching the 8th Women’s Asia Cup title. You have thrilled the nation with your undisputed dominance throughout the tournament and paved the path of inspiration for millions. https://t.co/AvKjh76Obs
— Amit Shah (@AmitShah) September 13, 2026
શ્રીલંકાની ટીમ જ્યારે લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે ભારતીય બોલરોએ દબાણ જાળવી રાખ્યું. શ્રીલંકાની બેટિંગ લાંબો સમય ટકી શકી નહીં અને આખી ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.શ્રેયંકા પાટિલે શાનદાર બોલિંગ કરતાં ચાર વિકેટ ઝડપી, જ્યારે દીપ્તિ શર્માએ પણ મહત્વની વિકેટો મેળવીને શ્રીલંકાની રનચેઝને મોટો ઝટકો આપ્યો. ભારતીય બોલિંગ સામે શ્રીલંકાની ટીમ લક્ષ્યાંકની નજીક પણ પહોંચી શકી નહીં.અંતે ભારતે 72 રનની મોટી જીત મેળવી અને રેકોર્ડ આઠમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો.
