ભૂપેન્દ્ર પટેલ સરકારનો આદિજાતિ વિસ્તાર માટે મોટો નિર્ણય, ધરમપુર-કપરાડાના 17 હજાર હેક્ટરને મળશે સિંચાઈનો લાભ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ધરમપુર-કપરાડાનાં આદિજાતિ વિસ્તાર માટે મહાત્વાકાંક્ષી યોજના

દક્ષિણ ગુજરાતનાં દુર્ગમ અને પહાડી વિસ્તાર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં હવે હરખની હેલી આવશે. કેમ કે, આ ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટેની પાણીની અછત દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1,331.30 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી છે અને યોજનાના અમલીકરણ માટે ઝડપથી કામ આગળ વધી રહ્યું છે,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળે તે માટે અડિખમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

- Advertisement -

નેવાનાં પાણી મોભે ચઢાવાશે

આ યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર સુંધી પમ્પિંગ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનાં 17,000 હેક્ટર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે.

 

- Advertisement -

Bhupendra Patel CM.jpg

કપરાડા અને ધરમપુરના ઊંચાણવાળા વિસ્તારો લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરે છે. દક્ષિણ ગુજરાતનાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ આધારિત કેનાલ સિસ્ટમનો લાભ મળે છે, જ્યારે પૂર્વના આદિજાતિ વિસ્તારો મધુબન ડેમની કેનાલ વિતરણ વ્યવસ્થાની સરખામણીએ નોંધપાત્ર ઊંચાઈ પર આવેલા છે. પરિણામે, આ વિસ્તારનાં ખેડૂતો પરંપરાગત રીતે ઘટતા ભૂગર્ભજળ પર નિર્ભર રહ્યા છે.

ઉંચાઇ સુંધી પાણી લઇ જવા ખાસ અભ્યાસ હાથ ધરાયો

આ ભૌગોલિક અસમાનતાને દૂર કરવા માટે રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વ્યાપક શક્યતા અને એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સલાહકારોએ વિવિધ રૂટ વિકલ્પોનું મૂલ્યાંકન કર્યા બાદ વિકલ્પ-3 (Alternative-3)ને શ્રેષ્ઠ રૂટ તરીકે પસંદ કર્યો હતો.

- Advertisement -

અંતિમ પાઇપલાઇન નેટવર્કમાં આશરે 53 કિલોમીટર લાંબી મુખ્ય ટ્રંક લાઇન ઉપરાંત 188 કિલોમીટરથી વધુની શાખા અને ફીડર લાઇનોનો સમાવેશ થશે. આ રૂટમાં ઊંચાઈમાં નોંધપાત્ર તફાવતને પાર કરવાનો રહેશે, જેમાં સમુદ્ર સપાટીથી 65 મીટરથી 382 મીટર સુધીની ઊંચાઈનો સમાવેશ થાય છે.

એન્જિનિયરિંગ યોજના તબક્કાવાર પમ્પિંગ સિસ્ટમ પર આધારિત છે, જે દબાણનું કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરશે અને સિસ્ટમ પર વધુ પડતું ભારણ આવતું અટકાવશે. મુખ્ય પમ્પિંગ સ્ટેશન-1 (PS-1) મધુબન ડેમ નજીક ફતેહપુરા ગામ પાસેની સરકારી જમીન પર બનાવવામાં આવશે.

અહીંથી પાણીને બે મધ્યવર્તી પમ્પિંગ સ્ટેશનો—બુરવાડ ખાતે PS-2 અને કિસ્તોનિયા નજીક PS-3—દ્વારા ઉપાડવામાં આવશે. આ સમગ્ર પમ્પિંગ સિસ્ટમની સંયુક્ત ક્ષમતા 56,400 કિલોવોટ (75,600 હોર્સપાવર) રહેશે.

કપરાડા ગામ નજીક ઊંચાઈવાળા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવનાર બ્રેક પ્રેશર ટેન્ક્સ (BPTs) વધારાના સ્ટેટિક હેડને ઘટાડશે અને ત્યારબાદ પાણીને શાખા નેટવર્ક મારફતે ગુરુત્વાકર્ષણના આધારે ધરમપુર તરફ વહેવા સક્ષમ બનાવશે.

આ યોજના કુલ 500 ક્યુસેક પાણીની ક્ષમતા સાથે કાર્ય કરશે. વાર્ષિક 100 દિવસના સંચાલન સમયગાળા દરમિયાન બે નિયુક્ત ઝોનમાં 15 દિવસના રોટેશનલ સપ્લાય ચક્ર મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે.

કુલ 46 ગામોને પાણીનો લાભ મળશે

ઝોન-1માં કપરાડા તાલુકાનાં 28 ગામોનો સમાવેશ થશે અને તેની મહત્તમ પાણીની જરૂરિયાત 320 ક્યુસેક રહેશે. જ્યારે ઝોન-2 હેઠળ ધરમપુર અને કપરાડા તાલુકાનાં 17 ગામોને 180 ક્યુસેક પાણી ફાળવવામાં આવશે.

આમ કુલ 46 ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે. માત્ર ખેતર સ્તરે સીધું પાણી વિતરણ કરવાને બદલે, લિફ્ટ કરાયેલું પાણી 26 ગામ તળાવો અને 81 ચેકડેમોમાં છોડવામાં આવશે.

Lift Irrigation Scheme.jpg

આ જળસ્રોતોના એકીકરણથી ભૂગર્ભજળના રિચાર્જમાં વધારો, પાકના મહત્વપૂર્ણ વૃદ્ધિ તબક્કા દરમિયાન પાણી જાળવી રાખવાની ક્ષમતામાં સુધારો તેમજ પર્યાવરણીય નદી પ્રવાહ જાળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, બારુમાલ ગામના ટેલ-એન્ડ ખાતે માન નદીમાં પાણી છોડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

હાઇડ્રોલોજિકલ વિશ્લેષણ મુજબ, મધુબન જળાશયમાં પૂરતો જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે અને તાજેતરના વર્ષોમાં જળાશયની ક્ષમતા સતત લગભગ 100 ટકા રહી છે. આથી, ઘરેલુ અથવા પ્રાદેશિક પાણી ફાળવણીને અસર કર્યા વિના દર વર્ષે જરૂરી 122.33 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણી યોજનામાંથી મેળવી શકાશે તેવી અપેક્ષા છે.

આ યોજનામાં આધુનિક ઓટોમેશન અને મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે. તેમાં રિયલ-ટાઇમ પાણીના પ્રવાહનું મોનિટરિંગ અને દબાણનું સંચાલન કરવા માટે કેન્દ્રીય સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (SCADA) સિસ્ટમનો સમાવેશ થાય છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.