બાંધકામ ક્ષેત્રે મોટી પહેલ: હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે લોન્ચ કરી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી રેન્જ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે લોન્ચ કરી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી રેન્જ

વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગ માટે નવા સોલ્યુશન્સ સાથે ‘ફાઉન્ડેશન ટુ ફિનિશ’ અભિગમને વધુ મજબૂત બનાવ્યો.
હાથી સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ ધરાવતી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે ૭૦ વર્ષના વિશ્વાસના વારસાને આગળ વધારતાં વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગ માટે અદ્યતન કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી શ્રેણી રજૂ કરી છે. બાંધકામ ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી આ શ્રેણી સાથે કંપનીએ પાયાથી લઈને ફિનિશિંગ સુધીના સંપૂર્ણ બાંધકામ ઉકેલો પૂરા પાડવાના પોતાના “ફાઉન્ડેશન ટુ ફિનિશ” અભિગમને વધુ મજબૂત બનાવ્યો છે.

ગુજરાતના વિકાસમાં મજબૂત સાથી રહેલી હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે ગુણવત્તા, વિશ્વસનીયતા અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ગ્રાહકો, ડીલરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને રાજમિસ્ત્રીઓનો વિશ્વાસ મેળવ્યો છે. આ નવી શ્રેણી દ્વારા કંપની વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગના ક્ષેત્રમાં પણ આ જ વિશ્વાસને આગળ લઈ જઈ રહી છે.

- Advertisement -

નવી શ્રેણીમાં વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ અને રિપેર માટે હાથી લેટેક્સપ્રો SBR, ૧, ૫, ૧૦ અને ૨૦ કિલોના પેકમાં ઉપલબ્ધ છે. બાંધકામના મિશ્રણમાં ઉમેરવા માટેનું વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ હાથી પ્રોપ્રૂફ WP અને વોટરપ્રૂફિંગ સાથે મિશ્રણની કાર્યક્ષમતા સુધારતું પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સચર હાથી પ્રોપ્રૂફ પ્લસ, બંને ૧, ૫, ૧૦ અને ૨૦ લિટરના પેકમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ત્રણ ભાગમાં આવતું ઇપોક્સી ટાઇલ ગ્રાઉટ હાથી પ્રો ઇપોક્સી ગ્રાઉટ, ૧ અને ૫ કિલોના પેકમાં તથા પ્રીમિયમ સિમેન્ટ આધારિત હાથી પ્રો ગ્રાઉટ, ૧ કિલોના પેકમાં રજૂ કરવામાં આવ્યું છે.

chemicals.jpg

- Advertisement -

“વોટરપ્રૂફિંગ કા સુપરહીરો” અભિયાન સાથે રજૂ થયેલી આ શ્રેણી બાંધકામની મહત્વની જરૂરિયાતો પૂરી કરવાની સાથે યોગ્ય પ્રોડક્ટની પસંદગી અને તેના સાચા ઉપયોગ અંગે જાગૃતિ વધારશે. સિમેન્ટ, વોલ પુટ્ટી, ટાઇલ એડહેસિવ, AAC બ્લોક્સ અને સ્નોસેમ પેઇન્ટ્સના હાલના પોર્ટફોલિયોમાં આ નવી પ્રોડક્ટ્સ ઉમેરાતાં કંપની બાંધકામના વિવિધ તબક્કે ગ્રાહકોની વધુ જરૂરિયાતો પૂરી કરી શકશે.
કંપનીનું કસ્ટમર સર્વિસ એન્ડ એક્સપિરિયન્સ સેન્ટર (CSEC) તથા ટેક્નિકલ સર્વિસિસ ટીમ પ્રોડક્ટ અંગે માર્ગદર્શન, તાલીમ અને જ્ઞાનવર્ધક સત્રો દ્વારા સહાય પૂરી પાડશે. કંપનીની બંધન ક્લબ પણ રાજમિસ્ત્રીઓ અને કોન્ટ્રાક્ટરો સાથેના જોડાણ દ્વારા પ્રોડક્ટની સમજ અને ઉપયોગ અંગેનું વ્યવહારુ જ્ઞાન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

હાથી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ સાથે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે પોતાની વિકાસયાત્રામાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ૭૦ વર્ષના વિશ્વાસ અને બાંધકામ માટેની વિસ્તરતી પ્રોડક્ટ શ્રેણી સાથે કંપની વધુ મજબૂત અને સુરક્ષિત બાંધકામ માટે પ્રતિબદ્ધ છે.
હાથી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ — વોટરપ્રૂફિંગ કા સુપરહીરો.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.