BCCI એ વધારી રોહિત-વિરાટની ચિંતા! આ કામ નહીં કર્યું તો ટીમ ઇન્ડિયામાંથી કપાઈ શકે છે પત્તું? થયો મોટો ખુલાસો
રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વન-ડે ક્રિકેટ રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામેની એકદિવસીય શ્રેણીથી તેમણે મેદાન પર વાપસી કરી હતી. ત્રીજી વન-ડેમાં બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે, હવે BCCIના એક મેસેજનો ખુલાસો થયો છે, જે તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આપ્યો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દ્વારા મેદાન પર ધમાકેદાર વાપસી કરી હતી. 7-8 મહિનાના લાંબા અંતરાલ પછી બંને દિગ્ગજો ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા હતા. વિરાટ કોહલી માટે શરૂઆતની બે મેચ ખાસ નહોતી રહી, પરંતુ ત્રીજી વન-ડેમાં તેમણે અણનમ 74 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માને એક સદી અને એક અડધી સદી ફટકારવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. આ બધા છતાં, ટીમ ઇન્ડિયામાંથી તેમનું પત્તું કપાઈ શકે છે. BCCIએ બંનેને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે જો ટીમ ઇન્ડિયામાં રહેવું હોય, તો એક મોટું કામ કરવું પડશે.

BCCI એ વધારી રોહિત-વિરાટની ચિંતા!
રોહિત શર્મા અને વિરાટ કોહલીના વન-ડે ક્રિકેટમાં ભવિષ્યને લઈને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે મોટો ખુલાસો કર્યો છે. તેમને બોર્ડના એક સોર્સે જણાવ્યું, “બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને જણાવી દીધું છે કે જો તેમને ટીમ ઇન્ડિયા માટે રમવું હોય, તો તેમણે ઘરેલું ક્રિકેટમાં ભાગ લેવો પડશે. બંનેએ T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી, મેચ ફિટ રહેવા માટે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી છે.” બંનેએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર કમબેક કર્યું હોવા છતાં, BCCIએ તેમના સામે ટીમ ઇન્ડિયામાં ટકી રહેવા માટે એક મોટી શરત મૂકી દીધી છે, જેનાથી રોહિત-વિરાટની ચિંતા વધી ગઈ છે.
🚨 BCCI’S MESSAGE TO KOHLI & ROHIT – THEY MUST TO PLAY VIJAY HAZARE 🚨
– The BCCI & team management have conveyed to Virat Kohli & Rohit Sharma that they will have to play domestic cricket one-dayers if they want to play for India. (The Indian Express). pic.twitter.com/8pUH1wTvDx
— Tanuj (@ImTanujSingh) November 12, 2025
રોહિત શર્મા રમશે વિજય હઝારે ટ્રોફી?
રિપોર્ટમાં રોહિત શર્માને લઈને મોટો ખુલાસો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને જાણકારી આપી દીધી છે કે તે વિજય હઝારે ટ્રોફી રમવા માટે ઉપલબ્ધ છે. જોકે, વિરાટ કોહલીની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે વિરાટ લંડનમાં રહે છે અને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ તે પોતાના ઘરે પરત ફર્યા હતા. હવે, ઘરેલું ક્રિકેટ રમવા માટે તે દિલ્હી પરત ફરશે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે.
Adam Gilchrist wished both Virat Kohli and Rohit Sharma great luck for the 2027 World Cup. pic.twitter.com/SP38NsHDIO
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2025
રોહિત-વિરાટ ક્યારે રમશે ટીમ ઇન્ડિયા માટે આગામી મેચ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ થવાની છે, જેની શરૂઆત 30 નવેમ્બરથી થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણી દ્વારા મેદાન પર વાપસી કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે રાંચીમાં પહેલી, રાયપુરમાં બીજી અને વાયઝેગમાં ત્રીજી વન-ડે મેચ રમાશે. આશા છે કે રોહિત અને વિરાટ આ શ્રેણીમાં પણ કમાલનું પ્રદર્શન કરશે.

