૬ મહિના પછી ટ્રમ્પ-મસ્ક વચ્ચે ફરી દોસ્તી… પણ યુ-ટર્ન પાછળનું અસલી કારણ શું છે?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

૬ મહિનાની ‘કડવાશ’ પછી મસ્કનું યુ-ટર્ન: ટ્રમ્પ કેમ્પમાં પુનરાગમન, અસલી કારણ શું છે?

૬ મહિનાની કડવી લડાઈ પછી એલન મસ્કનું ટ્રમ્પ કેમ્પમાં પુનરાગમન થયું છે. તેઓ વોશિંગ્ટન રાજધાનીમાં એક જાહેર કાર્યક્રમમાં જોડાયા હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ફંડ આપશે.

અમેરિકન રાજકારણની સૌથી હાઇ-પ્રોફાઇલ ટક્કરની આ કહાણી હવે એક આશ્ચર્યજનક વળાંક સાથે ‘રીયુનિયન’માં બદલાઈ ગઈ છે. ૬ મહિના પહેલા સુધી જ્યાં ટેસ્લાના CEO એલન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજા પર જાહેરમાં પ્રહારો કરી રહ્યા હતા, હવે એ જ મસ્ક પૂરા સન્માન સાથે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સ્ટેટ ડિનરમાં સામેલ થતા જોવા મળ્યા.

- Advertisement -

આ ઇવેન્ટ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સન્માનમાં યોજાઈ હતી, પરંતુ મુખ્ય ચર્ચા મસ્ક-ટ્રમ્પની દોસ્તીની રહી. મસ્ક માત્ર ટ્રમ્પ કેમ્પમાં પાછા જ નથી ફર્યા, પણ તેમણે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાનો પ્લાન પણ પડતો મૂક્યો છે. સાથે જ, તેઓ ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીઓમાં રિપબ્લિકન ઉમેદવારોને ફંડ આપવા માટે પણ તૈયાર છે. પરંતુ મોટો સવાલ એ જ છે કે મસ્ક આખરે કેમ પાછા ફર્યા? કયા નિર્ણયથી હવા બદલાઈ?

prince.jpg

- Advertisement -

ટક્કર કયા મુદ્દા પર થઈ હતી?

૨૦૨૫ના મે-જૂનમાં બંનેના સંબંધો ઇતિહાસની સૌથી કડવી સ્થિતિમાં હતા. ટ્રમ્પે ધમકી આપી હતી કે તેઓ ટેસ્લા અને સ્પેસએક્સનું સરકારી ફંડિંગ રોકી દેશે. જવાબમાં મસ્કે દાવો કર્યો કે ટ્રમ્પ યૌન ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજો છુપાવી રહ્યા છે કારણ કે તેમાં તેમનું પણ નામ છે. આ પછી મસ્કે ‘અમેરિકા પાર્ટી’ નામની ત્રીજી પાર્ટી લોન્ચ કરવાની ધમકી આપી હતી, જે રિપબ્લિકન વોટ સીધા કાપી શકે તેમ હતી.

મસ્કનો ગુસ્સો બે મુદ્દાઓ પર ભારે હતો. પહેલો, ટ્રમ્પનું ‘બિગ બ્યુટીફુલ બિલ’ જેમાં તેમને સરકારી ખર્ચ વધતો દેખાયો. અને બીજો, તેમના નજીકના મિત્ર જેરેડ આઇઝેકમેનને NASAના પ્રમુખ ન બનાવવાનો વિવાદ. આ પછી અંતર એટલું વધી ગયું કે મસ્કે રિપબ્લિકન પાર્ટીનો ખુલ્લો વિરોધ પણ શરૂ કરી દીધો.

હવે ચિત્ર કેવી રીતે બદલાઈ ગયું? બેક-ચેનલમાં શું થયું?

૧. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓમાં ટ્રમ્પની ટીમે શાંત કૂટનીતિ દ્વારા પરિસ્થિતિ સંભાળી. ટ્રમ્પની ટીમે મસ્કને સમય આપ્યો. પછી બેક-ચેનલ વાતચીત શરૂ થઈ. સપ્ટેમ્બરમાં એરિઝોનામાં એક અંતિમ સંસ્કાર દરમિયાન બંનેની પહેલી સીધી વાતચીત થઈ અને તે જ દિવસે સંબંધોમાં રહેલો ‘બરફ’ પીગળવા લાગ્યો.

- Advertisement -

૨. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ચીફ ઓફ સ્ટાફ સૂઝી વાઇલ્સે મસ્કને ખાતરી આપી કે વ્હાઇટ હાઉસ તેમના સૂચનો માટે હંમેશા ખુલ્લું છે. તેઓ નીતિઓને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ટ્રમ્પ પ્રશાસનમાં તેમની સીધી પહોંચ (Direct access) જળવાઈ રહેશે. મસ્કને આ સીધી લાઇન અને વિશ્વાસનું ક્ષેત્ર ગમ્યું. અહીંથી જ સંબંધો ફરી ગરમ થવા લાગ્યા.

JD Vance.jpg

૩. આ સૌથી મહત્વપૂર્ણ છે. જેમ કે અમે જણાવ્યું કે મસ્કના સૌથી મોટા ગુસ્સાનું કારણ હતું NASA પ્રમુખ માટે તેમના મિત્ર જેરેડ આઇઝેકમેનનું નામાંકન પાછું ખેંચાવું. પરંતુ નવા પર્સનલ ડાયરેક્ટર ડેન સ્કેવિનોએ આવતાની સાથે જ આ વિવાદ ઉકેલી દીધો અને આઇઝેકમેનને ફરીથી નામાંકિત કર્યા. આ એ જ નિર્ણયો હતા, જેમણે મસ્કનો ગુસ્સો શાંત કર્યો અને સંબંધો ફરી પાટા પર આવી ગયા.

જૂની દોસ્તી પણ કામ આવી

મસ્ક અને ટ્રમ્પની દોસ્તી નવી નથી. ગયા વર્ષે મસ્કે રિપબ્લિકન કેમ્પેઇનમાં $૨૯૦ મિલિયન (૨૯ કરોડ ડોલર)નું મોટું યોગદાન આપ્યું હતું. આ વખતે પણ મસ્કનો ઇરાદો રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાનો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સની વોશિંગ્ટન યાત્રા દરમિયાન, મસ્કની કંપની xAI એ સાઉદી ફર્મ HUMAIN AI સાથે ૫૦૦ મેગાવોટના ડેટા સેન્ટર પ્રોજેક્ટની જાહેરાત કરી, જે તેમના આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે એક મોટું પગલું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.