SIR કામગીરીમાં AMCના 300 કર્મચારીઓ ફાળવાતા પ્રોપર્ટી ટેક્સ સહિતની સેવાઓ પર મોટો પ્રભાવ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

બે અઠવાડિયા સુધી કર્મચારીઓની ગેરહાજરીથી મ્યુનિસિપલ સેવાઓમાં સ્પષ્ટ વિલંબ

અમદાવાદ મહાનગરપાલિકા હેઠળના પ્રોપર્ટી ટેક્સ, હેલ્થ, સોલિડ વેસ્ટ, વેલ્યુએશન અને નાણાં સહિતના અનેક વિભાગોના લગભગ 300 કર્મચારીઓને મતદાર યાદી સુધારણા માટે SIR કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. આ કર્મચારીઓની ગેરહાજરીને કારણે AMCની દૈનિક કામગીરી પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સ વિભાગના મોટા ભાગના સ્ટાફ ફરજ પર ન હોવાથી નાગરિક સંબંધિત સેવા પ્રક્રિયા અટકેલી દેખાઈ રહી છે.

ટેક્સ વિભાગમાં અરજીઓ અટવાઈ, નાગરિકોને ચક્કર

SIR કામગીરી માટે ગયેલા કર્મચારીઓના કારણે નામ સુધારણા, નામ ટ્રાન્સફર, ટેક્સમાં સુધારા અને આંકડાઓની તફાવત જેવી અરજીઓનો નિકાલ અટક્યો છે. અરજદારોને ઝોનલ ઓફિસો અને મુખ્ય કચેરીઓમાં વારંવાર ચક્કર લગાવવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત ટેક્સ રિકવરી, બાકીદાર મિલકતોને સીલ કરવાની કાર્યવાહી તથા દૈનિક કામ પણ અધૂરું રહી રહ્યું છે, જેના કારણે નાગરિકો વચ્ચે અસંતોષ ફેલાયો છે.

- Advertisement -

AMC staff deployment.jpg

બે અઠવાડિયા સુધી કામગીરી ધીમી થશે

મળતી માહિતી મુજબ, AMCના 300 કર્મચારીઓને સીધા કલેક્ટર ઓફિસ અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ SIR કામગીરી માટે વિવિધ વિધાનસભા વિસ્તારોમાં BLOને મદદરૂપ થવા મોકલવામાં આવ્યા છે. આ ફરજ માટે કર્મચારીઓને 18 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી મ્યુનિસિપલ કચેરીઓમાં હાજર ન રહેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે પ્રોપર્ટી ટેક્સ સહિત અનેક ટેબલ ખાલી જોવા મળી રહ્યા છે અને સામાન્ય કામગીરી લગભગ બંધ જેવી સ્થિતિમાં છે.

- Advertisement -

AMC staff deployment 1.png

નાગરિક સેવાઓ સંપૂર્ણપણે સ્ટાફ પર આધારિત

AMCના પ્રોપાર્ટી ટેક્સ વિભાગમાં હાલમાં માત્ર અધિકારીઓ અને થોડાક પટાવાળા જ હાજર છે. સ્ટાફની ગેરહાજરીને કારણે નાગરિકોની અરજીઓ સમયસર પ્રક્રિયા થઈ રહી નથી, જેના કારણે શહેરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાફની અછત આગામી દિવસોમાં વધુ પ્રભાવકારક બનશે કે કેમ તે અંગે નાગરિકોમાં ચિંતા છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.