કચ્છ જિલ્લામાં સિમ કાર્ડના વેચાણ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: સુરક્ષા પગલાં ફરજિયાત

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું: સિમકાર્ડ એક્ટિવેશન પહેલા દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત, ભંગ બદલ કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

sim 13.jpg

- Advertisement -

આ જાહેરનામાં મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નબરોનું રજિસ્ટર એરિયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવાનું રહેશે. આ રજિસ્ટરમાં સીમકાર્ડ નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવેલો છે અને સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલા હોય તેની પણ નોંધ કરવાની રહેશે. મોબાઈલ કંપનીઓએ તેમના સીમકાર્ડનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટરો અને તેના રીટેલરોની યાદી કંપની કોડ સાથેની નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવી.

sim card 1

- Advertisement -

સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી. દસ્તાવેજો જેવા કે ફોટો આઈડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઈઝના ફોટાની સરખામણી કરવી એ રિટેલરની જવાબદારી રહેશે. મોટા ભાગે દસ્તાવેજોની ખરાઈ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં લોકોની પુરેપુરી માહિતી સ્થાનિક પોલીસને મોબાઈલ કંપનીઓએ સોંપવી. મોબાઈલ સીમના ડીસ્ટ્રીબ્યુટરો સીમકાર્ડના વેચાણ અર્થે સીમકાર્ડ કોઈપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળાઓને આપતા હોવાનું જણાઈ આવેલું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામપંચાયતમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી. મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઈલ સીમકાર્ડનું એક્ટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલા દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ એક્ટીવ કરવું.

આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.