Gujarat BJP જગદીશ પંચાલ સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ ? દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને બે વખત આદેશ

2 Min Read
Gujarat BJP

Gujarat BJP ગુજરાતમાં રાજકીય ફેરફારો આવી શકે છે. ગુજરાત સરકારને દિલ્હીથી અવનવા આદેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વારંવાર આપી રહ્યાં છે. ગુજરાત સરકારનો વહીવટ અને ભાજપના રાજકીય નિર્ણય 12 વર્ષથી દિલ્હીથી લેવામાં આવી રહ્યાં છે. દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા.

ગુજરાત હવે સુબા રાજ્ય બની ગયું છે. કોંગ્રેસની સરકારને દિલ્હીથી આદેશો થતાં હતા એવી જ હાલત ગુજરાત ભાજપના નેતાઓ અને સરકારની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે દિલ્હીમાં 6 દિવસમાં દરમિયાન બીજી વખત લાંબી બેઠક થઈ હતી. નરેન્દ્ર મોદી વહીવટીય આદેશો તો ફોનથી આપતાં રહ્યાં છે. પણ જ્યારે રાજકીય નિર્ણય લેવાના હોય ત્યારે નેતાઓને દિલ્હી દરબારમાં હાજર થવા આદેશ આપે છે. એ પણ ગુપ્ત રાજકીય બાબતો વધારે હોય છે. જેની પાંચના કાનને ખબર પડવા દેતાં નથી. ગુજરાતના તમામ નિર્ણયો નરેન્દ્ર મોદી લઈ રહ્યાં છે.

- Advertisement -

ભાજપમાં નિયુક્તિનો વિવાદ વધ્યો છે. આનંદીબેન પટેલ, નીતિન પટેલ, અમિત શાહના વિવાદો તેના જૂથોમાં વધી રહ્યાં છે.

ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે ક્રેડાઇની નેશનલ કોન્કલેવમાં ભાગ લેવા માટે દિલ્હી ખાતે ગયા હતા. બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા.

- Advertisement -

રવિવારે ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકરને પણ દિલ્હી આવવા આદેશો છૂટ્યા હતા.

સંગઠનની રચના જગદીશ પંચાલ કરી શક્યા નથી. તેમની નિષ્ફળતાથી દિલ્હી નારાજ છે. પક્ષમાં વિખવાદો અને દબાણ છે. સંઘ સિવાયના નેતાઓને સંગઠનમાં લેવામાં આવતા નથી. તેમને લેવા માટે કોંગ્રેનું જૂથ દબાણ કરે છે.

તેથી ગુજરાતના ભાજપના નેતાઓએ વારંવાર દિલ્હી દોડી જવું પડે છે. વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે તેઓ બેઠક કરીને આદેશો મેળવતાં રહ્યાં છે.

- Advertisement -

ભાજપના સંગઠનની કોઇ કારણોસર જાહેરાત કરવામાં આવી ન હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્યણ લેવા માટે કહેવામાં આવ્યું છે.

TAGGED:
Share This Article