વલસાડના કાંજણ રણછોડ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

1 Min Read

વલસાડ: કાંજણ રણછોડ ગામમાં ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક ખેતીની તાલીમ

વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન જાગૃતિ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રાકૃતિક ખેતીને “ઓછા ખર્ચની અને કુદરતી ખેતી” કેવી રીતે બનાવી શકાય તે માટે જીવમૃત બનાવી પ્રેક્ટિકલ માહિતી અને તેના મૂળભૂત સિદ્ધાંતોની સમજ ખેડૂતોને આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. માત્ર એક દેશી ગાયના ગોબર- ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે. નહીવત ઉત્પાદન ખર્ચ, રસાયણમુક્ત ખેત પેદાશ, વધારે ભાવ, પાણી અને વિજળીની બચત, મિત્ર કીટક રક્ષણ થાય, જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે એવી ઉપયોગી માહિતી ખેડૂતોને આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી.

valsad.jpg

- Advertisement -
Share This Article