વાપી: આંબાના પાકમાં જીવામૃતના મહત્વ અંગે ખેડૂતોને અપાયું માર્ગદર્શન
વાપી તાલુકાના વંકાછ અને કોચરવા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન વિનોદભાઈ પટેલ અને કૃષિ સખી હંસાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર વડી કચેરી દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ખાટી છાશ, અર્ક વિશે ના શું ફાયદા થાય તે માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી જેમાં ખેડૂતોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ સમજવુ જરૂરી છે. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને તેનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એવી સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
