૩૮૩ દિવ્યાંગ બાળકોને રૂ. ૪૦ લાખની સાધન સહાય વિતરણ કરવામાં આવી
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમાવેશી શિક્ષણ શાખા હેઠળ સમગ્ર શિક્ષા વલસાડ અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે બીઆરસી ભવન ધરમપુર, વાપી અને વલસાડ ખાતે અંદાજીત ૩૮૩ જેટલા દિવ્યાંગ બાળકો સાધન સહાય વિતરણ કેમ્પમાં હાજર રહ્યા હતા. તેઓને અંદાજીત રૂપિયા ૪૦,૦૦,૦૦૦/- (ચાળીસ લાખ) જેટલી સહાયના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
આ કેમ્પમાં નાયબ નિયામકશ્રી RMSA શાળાઓ અને સ્ટેટ આઆઈડી કો.ઓ.શ્રી અર્ચનાબેન ચૌધરી ઓનલાઈન વર્ચ્યુંઅલ માધ્યમથી સાધન સહાય વિતરણ કેમ્પમાં જોડાઈ બાળકો, વાલીઓ અને સમગ્ર શિક્ષા વલસાડના કર્મચારીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. આ કાયર્ક્રમ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આઈઈડી કો.ઓ. અમિતકુમાર રાવલ, બીઆરસી કો.ઓ. મિતેશકુમાર પટેલ અને બીપીનભાઈ પટેલ તેમજ બીટ નિરીક્ષક હરેશભાઈ અને નિવૃત બેન્ક કર્મચારી ભરતભાઈ હાજર રહ્યા હતા. આ કેમ્પનું સમગ્ર આયોજનમાં હાજર રહેનાર તમામ સમગ્ર શિક્ષાના સ્પે. એજ્યુંકેટર અને સ્પે. ટીચર ના સહયોગ થી કાર્યક્રમ સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યો હતો.