ગોરવાડા: ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા અપાયું માર્ગદર્શન
વલસાડ તાલુકાના ગોરવાડા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કમ્યુનિટી રિસોર્સ પર્સન જાગૃતિબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પરોપરકારી ગણાતી પ્રાકૃતિક ખેતી કરવાથી ધરતી અને મનુષ્યના સ્વાસ્થ્યને થતા ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તે અંગેની પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવી હતી. શરૂઆતમાં કરાતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું.
