જામલિયામાં ખેડૂતોને જીવામૃતના ઉપયોગથી ઉત્પાદન વધારવા અને જમીન સુધારણા અંગે ટેકનોલોજી મેનેજર દ્વારા માર્ગદર્શન
ધરમપુર તાલુકાના જામલિયા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધરમપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રીતેશભાઇ, આસિ. ટેકનોલોજી મેનેજર મયંક પટેલ, કમ્યુનિટી રિસોર્સ પર્સન રમણભાઈ પટેલ અને કૃષિ સખી પૂનમબેન હાજર રહ્યા હતા. પ્રીતેશભાઈ દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ઘનજીવામૃત અને બધા અર્ક ના શુ ફાયદા થાય તેની માહિતી આપી હતી.
પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એની સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપી હતી. CRP રમણભાઈ દ્વારા ખેડૂતોને જીવામૃત કેવી રીતે બનાવવાનું એ અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
