એકતા ટ્રસ્ટની માનવતાની સેવા અવિરત ચાલુ: 2025માં 957 અનક્લેઇમ્ડ મૃતદેહોના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર તથા 311 અસહાય વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત સ્થાન

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

તમારો એક સહયોગ, અનેક વૃદ્ધોનો સહારો: એકતા ટ્રસ્ટની નવી પહેલમાં જોડાવા હાર્દિક આમંત્રણ

સુરતની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા *એકતા ટ્રસ્ટ*, જે ૧૯૯૪થી અવિરતપણે માનવતાની સેવામાં સમર્પિત છે, ફરી એકવાર પોતાની અનોખી સેવાઓથી સમાજને પ્રેરણા આપી રહી છે. સ્વૈચ્છિક કાર્યકર્તાઓની ટીમ દ્વારા સંચાલિત આ સંસ્થા બિનવારસી (અનક્લેઇમ્ડ) મૃતદેહોના ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર તેમજ અસહાય અને બીમાર વૃદ્ધોને હોસ્પિટલમાં સારવાર અપાવી વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

વર્ષ ૨૦૨૫માં એકતા ટ્રસ્ટે કુલ *૯૫૭* બિનવારસી મૃતદેહોના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કર્યા છે. આમાંના આંકડા નીચે મુજબ છે:

- Advertisement -

– હિન્દુ પુરુષ: ૭૭૯
– મુસ્લિમ પુરુષ: ૬૫
– હિન્દુ મહિલા: ૮૮
– મુસ્લિમ મહિલા: ૧૩
– હિન્દુ બાળક: ૪
– હિન્દુ બાળકી: ૪
– મુસ્લિમ બાળક: ૩
– મુસ્લિમ બાળકી: ૧

આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫માં *૩૧૧* અસહાય અને બીમાર વૃદ્ધોને જરૂરી સારવાર અપાવી સુરતના વિવિધ વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.

- Advertisement -

સુરતમાં ઈમરજન્સી સેવાઓમાં સૌથી વધુ તત્પર અને ઝડપી સેવા પૂરી પાડનાર એકતા ટ્રસ્ટ માનવતાના કાર્યો માટે હંમેશા તૈયાર રહે છે. આ સંસ્થાના સેવકો ધર્મ, જાતિ કે સમુદાયના ભેદભાવ વિના આ કાર્યો કરે છે.

આગામી સમયમાં એકતા ટ્રસ્ટ પોતાનો *પોતાનો વૃદ્ધાશ્રમ* શરૂ કરવા જઈ રહ્યું છે, જેથી અસહાય વૃદ્ધોને વધુ સારી સુવિધાઓ મળી રહે. આ મહત્વાકાંક્ષી યોજનામાં સમાજના તમામ વર્ગના લોકોને સહભાગી બનવા અને દાન આપવા એકતા ટ્રસ્ટ હાર્દિક આમંત્રણ પાઠવે છે. તમારા સહયોગથી માનવતા વધુ મહેકી શકે છે.

*જય ભારત! જય માનવતા!*

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.