જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

4 Min Read

વર્ષોનો ઈંતઝાર પૂર્ણ થયો, ક્રિકેટ જગતને મળ્યો 8મો મહાન બેટિંગ લેજન્ડ જો રૂટે રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ઈતિહાસમાં એક વધુ સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે મેચમાં શાનદાર સદી ફટકારીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સદી સાથે જો રૂટ એવા પસંદગીના બેટ્સમેનોના ક્લબમાં સામેલ થયો છે, જેમણે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં 20 કે તેથી વધુ સદીઓ ફટકારી છે.જો રૂટ હવે વિશ્વનો 8મો બેટ્સમેન બની ગયો છે, જેણે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે ઇંગ્લેન્ડને પણ 55 વર્ષ બાદ એવો બેટ્સમેન મળ્યો છે, જેણે બંને ફોર્મેટમાં 20-20 સદીઓ નોંધાવી છે.

જો રૂટનો ઐતિહાસિક કારનામો

શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં જો રૂટે પોતાની બેટિંગ ક્લાસ બતાવી દીધી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જો રૂટે 108 બોલમાં અણનમ 111 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ તેમની વનડે કારકિર્દીની 20મી સદી હતી.આ ઇનિંગ્સ દરમિયાન જો રૂટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ મેળવી તેમણે વનડે ક્રિકેટમાં 7500 રનનો આંકડો પાર કર્યો. પહેલેથી જ ટેસ્ટ ક્રિકેટમાં 40થી વધુ સદીઓ ફટકારી ચૂકેલા રૂટે હવે પોતાની મહાનતા ફરી એકવાર સાબિત કરી છે.

- Advertisement -

eng11.jpg

55 વર્ષ બાદ ઇંગ્લેન્ડને મળ્યો ઐતિહાસિક ક્ષણ

ક્રિકેટ ઈતિહાસની પ્રથમ વનડે મેચ 5 જાન્યુઆરી 1971ના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધી 55 વર્ષ પસાર થઈ ગયા, પરંતુ આટલા લાંબા સમય પછી હવે ઇંગ્લેન્ડને પોતાનો પહેલો એવો બેટ્સમેન મળ્યો છે, જેણે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં 20-20 સદીઓ ફટકારી છે. આ સિદ્ધિ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસ માટે ગર્વની વાત છે.

- Advertisement -

ટેસ્ટ અને વનડે બંનેમાં 20થી વધુ સદીઓ ફટકારનાર બેટ્સમેનોની યાદી

  • સચિન તેંડુલકર – ટેસ્ટ: 51 | વનડે: 49
  • રિકી પોન્ટિંગ – ટેસ્ટ: 41 | વનડે: 30
  • કુમાર સંગકારા – ટેસ્ટ: 38 | વનડે: 25
  • હાશિમ આમલા – ટેસ્ટ: 28 | વનડે: 27
  • એબી ડી વિલિયર્સ – ટેસ્ટ: 22 | વનડે: 25
  • વિરાટ કોહલી – ટેસ્ટ: 30 | વનડે: 54
  • ડેવિડ વોર્નર – ટેસ્ટ: 26 | વનડે: 22
  • જો રૂટ – ટેસ્ટ: 41 | વનડે: 20

આ યાદીમાં જોડાવું એ પોતે જ મહાન સિદ્ધિ છે, અને જો રૂટે આ સ્થાન પોતાની મહેનત અને સતત પ્રદર્શનથી મેળવ્યું છે.

ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડનું દમદાર પ્રદર્શન

ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 357 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. કેપ્ટન હેરી બ્રૂકે અદભુત બેટિંગ કરતાં માત્ર 66 બોલમાં અણનમ 136 રન ફટકાર્યા. તેમની આ તોફાની ઇનિંગ્સ સાથે જો રૂટની શાંત અને ક્લાસિક સદી ઇંગ્લેન્ડની ઇનિંગ્સની મજબૂત આધારશિલા બની.રૂટ અને બ્રૂક વચ્ચે થયેલી મોટી ભાગીદારી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. બંને બેટ્સમેનોએ શ્રીલંકન બોલરોને કોઈ તક ન આપી.

eng1122.jpg

- Advertisement -

શ્રીલંકાની લડત, પરંતુ જીત ઇંગ્લેન્ડની

357 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી શ્રીલંકાની ટીમ સંપૂર્ણ 50 ઓવર પણ રમાવી શકી નહીં. આખી ટીમ 46.4 ઓવરમાં 304 રન પર ઑલઆઉટ થઈ ગઈ. પરિણામે ઇંગ્લેન્ડે મેચ 53 રનથી જીતી અને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી.શ્રીલંકાએ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે બીજી મેચ 5 વિકેટે જીતી હતી. ત્રીજી મેચમાં મળેલી આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણી પર પોતાની દાદાગીરી સાબિત કરી.

જો રૂટ આધુનિક ક્રિકેટનો સચોટ લેજન્ડ

જો રૂટની આ સિદ્ધિ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે તેમની સ્થિરતા, ટેકનિક અને ક્રિકેટ પ્રત્યેની સમર્પણભાવનાનું પ્રતિબિંબ છે. ટેસ્ટ હોય કે વનડે  દરેક ફોર્મેટમાં સતત પ્રદર્શન કરવું સહેલું નથી, અને જો રૂટે એ કરી બતાવ્યું છે.

Share This Article