આજે વલસાડના ધોડીયા સમાજ ભવનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ધંધા રોજગાર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

1 Min Read

વલસાડ: ધોડિયા સમાજ ભવનમાં આજે ધંધા-રોજગાર માર્ગદર્શન સેમિનાર, નવી ઔદ્યોગિક તકો વિશે અપાશે માહિતી

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય, વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે તા. 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9-30 કલાકથી વલસાડના અટકપારડી ખાતે આવેલા નવચેતન ધોડિયા સમાજ ભવનમાં ધંધા રોજગાર તેમજ ઔદ્યોગિક એકમો શરૂ કરવા અંગે સરકારશ્રીના નિયમો તેમજ વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાનાર છે.
આ સેમિનારમાં ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા ધંધા રોજગાર તથા એકમોને આપવામાં આવતી વિવિધ સહાય/ જરૂરી મંજૂરીઓ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે. ત્યારબાદ ફૂડ પ્રોસેસિંગ એકમો સ્થાપવા અંગેના નિયમો તેમજ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી અને ગૃપ ડિસ્કશન કરવામાં આવશે.

valsad.jpg

- Advertisement -
Share This Article