રશિયાના એક જ હુમલાથી મિનિટોમાં શહેરો થશે રાખ, જાણો શું છે આ હથિયાર

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

સમુદ્રમાંથી આવશે તબાહી: રશિયાનું ‘કયામતનું હથિયાર’ મિનિટોમાં અનેક શહેરો ભૂંસી શકે છે

પોસીડોનને સમુદ્રની નીચે એવો વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી 500 મીટર સુધી ઊંચી સુનામી આવી શકે છે. આ ઊંચાઈ એફિલ ટાવર કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.

દુનિયાના મોટાભાગના હથિયારો જમીન કે આકાશમાંથી હુમલો કરે છે, પરંતુ રશિયાએ એક એવું હથિયાર બનાવ્યું છે જે સમુદ્રના ઊંડાણમાંથી તબાહી લાવવાની શક્તિ ધરાવે છે. આ હથિયારનું નામ છે પોસીડોન (Poseidon), જેને રશિયાનું ‘કયામતનું હથિયાર’ કહેવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય ટોર્પિડો નથી, પરંતુ પરમાણુ ઉર્જાથી ચાલતું એક ખાસ ડ્રોન છે, જે આખેઆખા દરિયાકાંઠાના વિસ્તારોને ખતમ કરી શકે છે.

- Advertisement -

પોસીડોનને સમુદ્રની નીચે એવો વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી 500 મીટર સુધી ઊંચી સુનામી ઉઠી શકે છે. આ ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ વધુ હોવાનું કહેવાય છે. તેનાથી મોટા મોટા શહેરો પળવારમાં પાણીમાં ડૂબી શકે છે.

Rusiia.jpg

- Advertisement -

શું છે પોસીડોન અથવા સ્ટેટસ-6?

પોસીડોનને ‘સ્ટેટસ-6’ (Status-6) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ન તો સંપૂર્ણ રીતે સબમરીન છે અને ન તો સામાન્ય ટોર્પિડો. તે એક પરમાણુ ઉર્જાથી ચાલતું, સ્વાયત્ત રીતે કામ કરતું અન્ડરવોટર હથિયાર છે, જે માનવ નિયંત્રણ વિના પણ મિશન પૂર્ણ કરી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2018માં પહેલીવાર આ હથિયાર વિશે દુનિયાને જણાવ્યું હતું. 2026 સુધીમાં તેને રશિયન નેવીની સૌથી મોટી તાકાત માનવામાં આવી રહી છે.

100 મેગાટનનો પરમાણુ ધડાકો

પોસીડોનમાં અંદાજે 100 મેગાટનનો પરમાણુ વોરહેડ લગાવવામાં આવ્યો છે. જો આ સમુદ્રના ઊંડાણમાં ફાટે છે, તો ન્યૂયોર્ક અને લંડન જેવા મોટા દરિયાકાંઠાના શહેરોને તબાહ કરી દે તેવી સુનામી પેદા થઈ શકે છે.

પાણી પણ થઈ જશે ઝેરી

આ હુમલાથી આવનારું પાણી સામાન્ય નહીં હોય. તે રેડિયોધર્મી (Radioactive) અને અત્યંત ઝેરી હશે. જે લોકો ડૂબવાથી બચી પણ જાય, તેઓ રેડિયેશનને કારણે ગણતરીના કલાકોમાં જીવ ગુમાવી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારો હજારો વર્ષો સુધી રહેવા લાયક રહેશે નહીં.

- Advertisement -

સમુદ્રના ઊંડાણમાં ચાલે છે

પોસીડોન 1,000 મીટરની ઊંડાઈએ ચાલી શકે છે. આટલી ઊંડાઈ પર આજની કોઈપણ આધુનિક દેખરેખ પ્રણાલી કે રડાર તેને સરળતાથી પકડી શકતા નથી. પરમાણુ ઉર્જાથી ચાલવાને કારણે તેની અંતરની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. તે મહિનાઓ સુધી સમુદ્રની નીચે છુપાઈને યોગ્ય તકની રાહ જોઈ શકે છે.

Rusiia1.jpg

રોકવું અત્યંત મુશ્કેલ

એવું કહેવામાં આવે છે કે આ હથિયાર પાણીની નીચે ‘Mach 10’ થી વધુ અસરકારક ઝડપે ચાલી શકે છે. હાલમાં અમેરિકા કે NATO પાસે તેને સંપૂર્ણપણે રોકવા માટેની કોઈ ચોક્કસ ટેકનોલોજી નથી.

વળતા પરમાણુ હુમલાનું હથિયાર

રશિયાએ પોસીડોનને ખાસ કરીને ‘સેકન્ડ સ્ટ્રાઈક’ માટે બનાવ્યું છે. એટલે કે, જો રશિયા પર પરમાણુ હુમલો થાય છે, તો આ હથિયાર જવાબમાં દુશ્મનના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોને નષ્ટ કરી શકે છે. તેને લઈ જનારી ‘બેલ્ગોરોડ’ સબમરીનને 2026 સુધી રશિયન નેવીનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવી રહ્યું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.