ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે યોગ બોર્ડના કોચની ત્રિ-દિવસીય તાલીમ યોજાશે

1 Min Read

ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્યના ૩૦૦ થી વધુ યોગ કોચનો ત્રિ-દિવસીય તાલીમ કેમ્પ યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યના અંદાજે ૩૦૦ થી વધુ યોગ કોચની ત્રિ-દિવસીય નિવાસીય રીફ્રેશર તાલીમ કેમ્પ તા. ૦૬/૦૨/૨૦૨૬ થી તા. ૦૯/૦૨/૨૦૨૬ દરમિયાન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે યોજાનાર છે. જેનો ઉદઘાટન સમારોહ તા. ૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧-૩૦ કલાકે યોજાશે. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

images 2

- Advertisement -
Share This Article