હવે AI કરશે તમારી શોપિંગ સ્માર્ટ, Amazon Prime Day Sale 2026માં મળશે લેટેસ્ટ ટેકનોલોજી સાથે ડિસ્કાઉન્ટ
શું તમે પણ તમારી વિશલિસ્ટ તૈયાર કરીને સેલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે સારા સમાચાર છે! શોપિંગની દુનિયાનો સૌથી મોટો ઇવેન્ટ, ‘Amazon Prime Day Sale 2026’નું બિગુલ વાગી ચૂક્યું છે. એમેઝોને તેની 10મી એન્યુઅલ સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે, જે આ વખતે વધુ ખાસ, સ્માર્ટ અને ધમાકેદાર રહેવાની છે.
જો તમે એમેઝોન પ્રાઇમ મેમ્બર છો, તો તૈયાર થઈ જાઓ કારણ કે આ 72 કલાકનો મેળો તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે. ચાલો જાણીએ કે આ સેલમાં તમારા માટે શું ખાસ છે.
સેલ ક્યારે અને કેટલા સમય માટે છે?
આ મેગા સેલ 4 જુલાઈ 2026ની રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે અને 6 જુલાઈ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે. એટલે કે ગ્રાહકોને શાનદાર ડીલ્સ અને ભારે ડિસ્કાઉન્ટ મેળવવા માટે પૂરા 72 કલાકનો સમય મળશે. આ સેલ માત્ર પ્રાઇમ મેમ્બર્સ માટે જ એક્સક્લુઝિવ છે, તેથી જો તમે હજુ સુધી પ્રાઇમ મેમ્બર નથી, તો આ તક ગુમાવશો નહીં.
પ્રાઇમ મેમ્બરશિપ પર પણ ભારે ડિસ્કાઉન્ટ!
જો તમે પ્રાઇમ મેમ્બર નથી, તો એમેઝોને તમારા માટે મેમ્બરશિપ લેવાનો સૌથી યોગ્ય સમય નક્કી કર્યો છે. સેલ દરમિયાન તમે સસ્તામાં પ્રાઇમ મેમ્બરશિપ લઈ શકો છો:
-
એન્યુઅલ પ્રાઇમ પ્લાન: 1,499 રૂપિયાને બદલે માત્ર 999 રૂપિયામાં.
-
પ્રાઇમ લાઇટ: 799 રૂપિયાને બદલે 599 રૂપિયામાં.
-
પ્રાઇમ શોપિંગ એડિશન: 399 રૂપિયાને બદલે 299 રૂપિયામાં.
બેંક ઓફર્સ અને કેશબેકનો ડબલ ધમાકો
સેલમાં માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં, પણ પેમેન્ટ પર પણ ભારે બચત થવાની છે.
-
SBI અને Axis Bank: ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે (આ EMI ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ છે).
-
Amazon Pay ICICI Credit Card: પ્રાઇમ મેમ્બર્સને અનલિમિટેડ 5% કેશબેક મળશે.
-
Amazon Pay Later: જો તમે 1,500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો, તો તમને 3 હપ્તામાં વ્યાજ-મુક્ત EMIની સુવિધા પણ મળશે.
ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન સુધી, બધું જ થશે સસ્તું
એમેઝોનનો દાવો છે કે આ વખતે 100થી વધુ મોટા બ્રાન્ડ્સના 500થી વધુ નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે.
-
ઇલેક્ટ્રોનિક્સ: Samsung, OnePlus, HP, Lenovo, Asus, iQOO અને Redmi જેવી બ્રાન્ડ્સ પર ધાંસુ ડીલ્સ મળશે.
-
ફેશન: Adidas, Allen Solly, Puma અને Van Heusen જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સ પર ભારે છૂટ મળશે.
-
એમેઝોન ડિવાઇસીસ: Echo Smart Speakers, Smart Displays અને Fire TV ડિવાઇસીસ પર તો 45% સુધીનું સીધું ડિસ્કાઉન્ટ મળવાનું છે.
આ વખતે સેલમાં તડકો લગાવશે ‘AI’
2026ની પ્રાઇમ ડે સેલમાં સૌથી મોટો ફેરફાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો છે. એમેઝોન હવે તમારી શોપિંગને સ્માર્ટ બનાવવા માટે ઘણા નવા ફીચર્સ લાવ્યું છે:
-
Rufus: આ એમેઝોનનું નવું AI શોપિંગ આસિસ્ટન્ટ છે, જે તમને યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવામાં, કિંમતોની તુલના કરવામાં અને ખરીદીને લગતી સલાહ આપવામાં મદદ કરશે.
-
Lens AI: જો તમે કોઈ પ્રોડક્ટને જોઈને તેને ખરીદવા માંગતા હોવ, તો બસ તેનો ફોટો અપલોડ કરો. AI તમને તેના જેવા જ મળતા આવતા પ્રોડક્ટ્સ શોધી આપશે.
-
AI Review Highlights: હજારો રિવ્યુ વાંચવાની માથાકૂટ ખતમ! AI તમને રિવ્યુની સમરી તૈયાર કરીને આપશે, જેનાથી તમને પ્રોડક્ટની સાચી માહિતી મળી જશે.
ટ્રાવેલ અને એન્ટરટેઈનમેન્ટની પણ મજા
માત્ર સામાન જ નહીં, જો તમે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો, તો MakeMyTrip સાથે મળતી ઓફર્સ તમારા કામ આવશે. હોટેલ બુકિંગ પર 75% સુધી અને બસ ટિકિટ પર 17% સુધીની છૂટનો લાભ લઈ શકાય છે. સાથે જ, નવું ફીચર ‘Prime Playback’ પણ આવ્યું છે, જે તમારી આખા વર્ષની શોપિંગ અને એન્ટરટેઈનમેન્ટની એક શાનદાર વિડિયો સમરી બતાવશે—બિલકુલ Spotify Wrapped જેવું!
તમારે શું કરવું જોઈએ?
એમેઝોન પ્રાઇમ ડે સેલ 2026 એ લોકો માટે બેસ્ટ છે જેઓ ક્વોલિટી પ્રોડક્ટ્સને ડિસ્કાઉન્ટ પર ખરીદવા માંગે છે. ભલે તમારે નવો ફોન લેવો હોય, ઘરનો સામાન બદલવો હોય કે પછી ફેશનમાં કંઈક નવું ટ્રાય કરવું હોય, આ 72 કલાકની તક ચૂકવા જેવી નથી. તો, અત્યારથી જ તમારી વિશલિસ્ટ તૈયાર કરી લો અને 4 જુલાઈનું એલાર્મ સેટ કરી લો!

ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન સુધી, બધું જ થશે સસ્તું