અમરેલી જિલ્લામાં વ્હાલી દીકરી યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ: દીકરીને મળશે રૂ.૧.૧૦ લાખની સહાય

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

દીકરીના જન્મથી શિક્ષણ સુધી સુરક્ષા આપતી વ્હાલી દીકરી યોજના: અમરેલીમાં અરજીઓ આમંત્રિત

અમરેલી જિલ્લામાં ‘વ્હાલી દીકરી યોજના’ હેઠળ વધુમાં વધુ દીકરીઓને લાભ અપાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯થી અમલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી જન્મ દર વધારવો, સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવું અને દીકરીઓના સામાજિક દરજ્જાને મજબૂત બનાવવાનો છે.

સહાયની રકમ અને હપ્તાની વિગત

આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દરેક દીકરીને કુલ ₹૧,૧૦,૦૦૦ ની આર્થિક સહાય ત્રણ મહત્વના તબક્કે મળવાપાત્ર છે:

  • પ્રથમ હપ્તો: દીકરી જ્યારે ધોરણ–૧ માં પ્રવેશ મેળવે ત્યારે ₹૪,૦૦૦.

  • બીજો હપ્તો: દીકરી જ્યારે ધોરણ–૯ માં પ્રવેશ મેળવે ત્યારે ₹૬,૦૦૦.

  • ત્રીજો હપ્તો: દીકરી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹૧,૦૦,૦૦૦.

Amreli Vhali Dikri Yojana Benefits 1.png

અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

લાભાર્થીઓએ અરજીફોર્મ માટે મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય કક્ષાએ VCE નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત, ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. અરજી સાથે નીચે મુજબના પુરાવા જોડવા ફરજિયાત છે:

- Advertisement -

૧. દીકરીનું જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડ.

૨. માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને આધારકાર્ડ.

- Advertisement -

૩. રેશનકાર્ડ (જેમાં દીકરીનું નામ હોય).

૪. વાલીનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર.

૫. બેંક પાસબુકની નકલ અને નિયત સ્વ-ઘોષણાપત્ર.

- Advertisement -

Amreli Vhali Dikri Yojana Benefits 2.png

વધુ વિગતો કે માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૨૬૧૭૭ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.