સુરતમાં એક બંધ ચા ની દુકાનમાં મોડી રાત્રે પ્રવેશેલા ચોર શખ્સે ઠંડે કલેજે રુપિયા પંદર હજારની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો….જો કે ચોર શખ્સની આ હરકત દુકાનની અંદર અને બહાર રહેલ સીસીટીવી કેમેરામાં આબાદપણે કેદ થઈ ગઈ હતી….. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કાઠીવાડી ટી સેન્ટરમાં મંગળવારની મોડી રાત્રે અજાણ્યા ચોર શખ્સે પ્રવેશ કર્યો હતો….ચોર શખ્સે ડુપ્લીકેટ ચાવી વડે દુકાનના શતરને મારેલ લોક ખોલી અંદર પ્રવેશ મેળવ્યો હતો….દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાથી પરિચિત આ ચોર શખ્સે પોતાનો ચહેરો પણ સંતાડી રાખ્યો હતો….દુકાનમાંથી રોકડા રૂપિયા ,સિગારેટ સહિત નો સામાન મળી કુલ પંદર હજારની મત્તાનો હાથફેરો કરી આ શખ્સ પળભરમાં રફુચક્કર થઈ ગયો હતો….પરંતુ…
કવિ: SATYA DESK
રાજદ્રોહ ના કેસનો સામનો કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ આજ રોજ શરતી જામીન પુરાવવા શહેર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે પોહચ્યો હતો….જ્યા હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે સરકાર સામે પોતાનો કટાક્ષ કર્યો હતો…. હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું જે,આગામી તારીખ 4 થી ના રોજ સુરતમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજનો અભિવાદન કાર્યક્રમ યોજાવાનો છે…જેમાં રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ હાજર રહેવાના છે. ..આ એક સમાજને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે….પાટીદાર અનામત આંદોલનના ભાગલા પાડવા સરકાર ફરી સક્રિય બની છે…..જો આવું કરવામાં આવશે તો અમિત શાહના કાર્યક્રમમાં એ પ્રકારે વિરોધ કરાયો હતો,તેવી જ રીતે આ કાર્યક્રમમાં પણ ઉગ્રથી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે……
સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ નજીક ફ્રુટની લારી ચલાવતા યુવકને બે મહિલાઓએ જાહેરમાં માર માર્યો હતો. મહિલાઓએ મોસંબીની લારીવાળા સાથે ભાવને લઈને રકઝક કર્યા બાદ છેડતીનો આરોપ મુકી જાહેરમાં માર મારતાં લોકોએ વચ્ચે પડી મહિલાઓને ઘરે મોકલી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.. જો કે એક રાહદારીએ પોતાના મોબાઈલમાં આ ઘટના કંડારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલ સામે રોડની બાજુમાં મોસંબી ફ્રુટની લારી ચલાવતાં યુવકને બે મહિલાઓએ માર માર્યો હતો. મહિલાઓએ ફ્રુટની લારીવાળા સાથે ભાવને લઈ રકજક કરી હતી.જ્યાં બાદમાં યુવકે છેડતી કરી હોવાના આરોપ સાથે બંને મહિલાઓ રણચંડી બની ગઈ હતી…બંને મહિલાઓએ ફ્રુટ વાળાને…
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ધમધમતી દેશી દારુની ભઠ્ઠીઓ માં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી…..જેમાં વિસ બેરેલ ભરેલ અખાદ્ય ગોળ પણ આગની ઝપેટમાં આવતા ઓગળીને નષ્ટ થઈ ગયો હતો…ઇચ્છાપોર વિસ્તારમાં લાગેલી આગ બાજુમાં આવેલ ખેતરમાં પ્રસરતા ભારે નુકશાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે….જો કે અહીં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ મા ઈચ્છાપોર પોલિસ દ્વારા આગ લગાડવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ ઉઠી રહી છે…… કાંઠા વિસ્તારમાં આવેલ ઇચ્છાપોર ખાતે આ આગ લાગી હતી…..ડામકાં ગામમાં લાંબા સમયથી દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમતી આવી છે….જ્યા મોડી રાત્રે અહીં ચાલતી દેશી દારુની હાટડીઓ પર આગ સળગી ઉઠી હતી….આગ ની જ્વાળાઓ બાજુના ખેતરમાં પ્રસરતા ત્યા પણ…
તીબ્બત ની મહિલા ફૂટબોલ ટિમ ને ડલાસ માં થવાની એક ટુનામેચ માં લેવો હતો પરંતુ અમેરિકા એ ટિમ ને વિઝા આપવાથી ઇન્કાર કરી દીધો. તીબ્બત મહિલા ફૂટબોલ ટિમ ના કોચ અને કાર્યકારી નિર્દેશક કૈસી ચીલ્ડર્સ કે જણાવ્યું કે 16 ખિલાડીઓની ટીમને 24 ફેબ્રુઆરી એ નવી દિલ્હી ખાતે સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે ‘ એમની પાસે અમેરિકા માં જવા માટે કોઈ સહીત કારણ નથી. તીબ્બતી ટીમે 9 થી 16 એપ્રિલ માં રમાનારા ડલાસ કપ ફૂટબોલ ટુનામેચ માં ભાગ લેવા માટે અપ્લાય કર્યું હતું. ન્યૂઝર્સી ની રહેવાસી ચીલ્ડર્સ એ ભારત થી મોકલાયેલા ઇમેઇલ માં જણાવ્યું કે દૂતાવાસના અધિકારી ઓ એ દસ્તાવેજો દયાન…
પીસીબી દ્વારા પાકિસ્તાન સુપર લીગ ના ફાઇનલ મુકાબલા ને લાહોર માં રમાડવાની જાહેરાત કરતા અહીંના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ, પાકિસ્તાન માં થયેલા બોલ વિસ્ફોટો ની અસર પીએસએલ પર પણ જોવા મળી છે. પીએસએલ ફાઇનલ લાહોર માં રમવાની ઘોષણા થતા સાત વિદેશી ખિલાડીઓ એ ગભરાઈ ને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આમ તો પીએસએલ ની બાકીની મેચો દુબઇ માં રમાઈ હતી. જે ખિલાડીઓએ પોતાના નામ પાછા લીધા છે એમાં ઈંગ્લેન્ડ ના ત્રણ ખિલાડી પણ સામેલ છે. પાકિસ્તાન માં ગત બુધવારે કવેટા માં થયેલા વિસ્ફોટ માં 4 લોકો ઘાયલ થયા છે. એક અઠવાડિયા પેહલા લાહોર માં થયેલા વિસ્ફોટ…
વલસાડ ના છીપવાડ ભાઈલાલ પટેલ રોડ ખાતે આવેલ એક વર્ષો જુના બંધ ગોડાઉન મા કમ્પાઉન્ડ ના કચરા મા અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમા એક મારૂતિ વાન પણ આગ ની લપેટ મા આવી ગઈ હતી.. સ્થાનિક લોકો એ સમય સુચકતા વાપરી પાણી થી આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લીધો હતો અને સમય રહેતા વલસાડ નગરપાલિકા ના ફાયર ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા ફાયર ખાતા ના જવાનો ત્વરિત ઘટના સ્થળે ઘસી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો… આ ઘટના મા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી…
સુરત ના સચિન વિસ્તારમાંથી મંગળવારના રોજ પોલીસ ઝાપતામાંથી લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ફરાર થઈ ગયો હતો…જ્યાં મામલાની ગંભીરતા દાખવી સુરત શહેર પોલીસ કમિશનર ના આદેશ બાદ ડીસીપી દ્વારા જવાબદાર દસ પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં પણ હડકમ્પ મચી ગયો છે….. લૂંટ અને હત્યાના ગુનામાં ઝડપાયેલ અમર ઓમકાર નામના આ શખ્સને મંગળવારના રોજ સુરતમાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો….કોર્ટમાંથી આરોપીને પોલીસ વાનમાં ફરી લાજપોર જેલ લઈ જવાય રહ્યો હતો…જયાં સચિન વિસ્તારના વાંઝ ગામ નજીક પોહચેલી પોલિસ વાનના દરવાજાનો નકુચો તોડી પોલિસ કર્મચારીઓની હાજરીમાં જ આરોપી ચકમો આપી ફરાર થઈ ગયો હતો…આરોપી ફરાર થઈ જવાની આ ઘટનાની નોંધ સુરત…
નાસા સૂર્ય પર પોતાનો પ્રથમ યાંત્રિક અંતરિક્ષયાન મોકલવાની તૈયારી માં છે.સૂર્ય નું હાલ નું વાતાવરણ અને પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવાના હેતુ થી સૂર્ય ના 60 લાખ પરિઘ નો પ્રવેશ કરશે.આના પેહલા માનવ સર્જિત યાન ચંદ્ર,મંગળ અને તારામંડળ ની વચ્ચે સફર કરી ચૂક્યું છે.હાલ માં નાસા સૂર્ય નું નજીક થી નિરીક્ષણ કરવાના હેતુ થી તેનું પહેલું સોલાર પ્રોબ પ્લસ મિશન લોન્ચ કરવાની તૈયારી માં છે. તમને જણાવી દઈએ કે સૂર્ય અને ધરતી વચ્ચે નું અંતર 14,900,0000 કિલોમીટર નું છે. નાસા ને એક વૈજ્ઞાનિક ના જણાવ્યા પ્રમાણે ‘સૂર્ય ને લઈ આ અમારું પહેલું મિશન છે.ઉલ્લેખનીય છે કે સૂર્ય ની સપાટી પર નથી…
પ્રખ્યાત હાસ્ય લેખક પદ્મ શ્રી તારક મહેતાનું લાંબી બીમારી બાદ અમદાવાદમાં હાર્ટ અટેક થી નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારક મહેતાએ ‘દુનિયાને ઉંધા ચશ્મા’થી ગુજરાતીઓમાં ઘણાં ખ્યાતનામ હતાં. તેમની આ કોલમ પુસ્તક તરીકે પ્રકાશિત થઈ હતી અને તેના પરથી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બની છે. 2015માં તારક મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સમ્માન પણ કરવામાં આવ્યું હતું. નાટ્યલેખક, હાસ્યલેખક ‘તારક મહેતા’નો જન્મ ૬-૧૨-૧૯૨૯ના રોજ અમદાવાદમાં થયો હતો.