ભારતમાં જે 9 નવેમ્બરે 500 અને 1000 ની નોટો બંધ થાય છે તે પછી જે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે તે જોઈ Google એક અનોખી સેવા સારું કરી છે.google.com પર ફાઇન્ડ એ ટી એમ નિયર યુ સેવા સારુ કરી છે જેના પર ક્લિક કરવાથી આપની નજીક ના એ ટી એમ નું લોકેશન મળી જશે. જેથી એટીએમ શોધવામાં કોઈ મુશ્કેલી નહી પડે . પરંતુ એ એટીએમ માં બેલેન્સ છે કે નહિ એતો ત્યાં જાય પછીજ ખબર પડશે .
કવિ: SATYA DESK
500-1000 ની નોટ બંદીની ગુજરાત સરકારે મુદ્દત વધારી રાજ્યની તમામ મહાનગરપાલિકા , નગરપાલિકા , ગ્રામ પંચાયત માં 24 નવેમ્બર સુધી 500-10000 ની નોટો સ્વીકારાશે .
અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના મુદ્દે ગુલાબ ટાવર અને ચિન્મય ક્રિસ્ટલ ટાવરમાં ત્રાટકયા હતા. આ બંને ટાવરમાં ફાયર સેફટીની એનઓસીના મામલે તંત્રે કુલ ૩૪ યુનિટને સીલ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. થલતેજ વોર્ડમાં આવેલા સતાધાર ક્રોસ રોડ પાસે આવેલા ગુલાબ ટાવરમાં એસ્ટેટ વિભાગની ટીમે આજે સવારે ફાયર સેફટી એનઓસીના મામલે સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. ગુલાબ ટાવરમાં કુલ ૩૧ કોમર્શિયલ યુનિટને તંત્રનાં લોખંડી તાળાં મારી દેવાયા હતા. આ ઉપરાંત કોર્પોરેશને બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા ચિન્મય ક્રિસ્ટલ ટાવરમાં ત્રાટકીને કુલ ત્રણ કોમર્શિયલ યુનિટને સીલ માર્યું હતું. દરમિયાન નવા…
મુંબઇ: સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કર્યા બાદ દેશની બેન્કોમાં નોટો તબદિલ કરવા માટે મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. સાથેસાથે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે પણ લોકો દોડી રહ્યા છે ત્યારે એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે બેન્કના એટીએમને નવી ચલણી નોટોના અનુરૂપ ટેક્િનકલી રીતે સક્ષમ બનાવવા હજુ ૧૦ દિવસનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે અમારા ૫૬,૦૦૦ એટીએમમાંથી ૪૩,૬૫૦ એટીએમ ચાલુ છે. બેન્કના એટીએમને સમયસર ભરવામાં આવે છે, પરંતુ ઉપાડ મોટા પ્રમાણમાં થતો હોવાથી બેન્કની મુશ્કેલી વધી રહી છે. જ્યાં સુધી રૂ. ૫૦૦ અને ૨,૦૦૦ની ચલણી નોટો ભરવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી આ…
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના લો ભવનનાં નામકરણ મુદ્દે ગઇકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જિજ્ઞેશ મેવાણી સહિત દલિત કાર્યકરોએ વિજય ચાર રસ્તા પાસે રસ્તા રોકી, કપડાં કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જેના માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ર૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ૧૬ લોકોને જામીન પર મુકત કર્યા હતા. જ્યારે જિજ્ઞેશ સહિત ચારેયે જામીન ન મેળવતા ગત રાત્રે તેઓને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં લો ભવનને ડૉ.બાબાસાહેબ આંબેડકર લો ભવનનું નામ આપવા અંગે ગઇકાલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકરોએ માગ અને ધરણાં કર્યા હતાં. બાદમાં તમામ કાર્યકરોએ વિજય ચાર રસ્તા પાસે ભેગાં થઇ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.…
વલસાડ-રિલાયન્સ Jio એક નવા ફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જે ફોન ભારતના કરોડો ગ્રાહકોને આકર્ષિત કરશે.આ ફોનની કિંમત આશરે ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવે એવી સંભાવનાઓ વહી રહી છે. સાથે Jio ની તમામ અનલીમીટેડ વોઈસ, વિડીઓ કોલિંગ , ઈન્ટરનેટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. Jio એ ભારતના ગામડાઓને ટાર્ગેટ કરી આ ફોનને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. રિલાયન્સ Jio બે ફોન ડેવલોપ કરવા જઈ રહી છે જેની કિંમત સરેરાશ ૧૦૦૦ થી ૧૫૦૦ હશે અને કંપનીનું જાન્યુઆરી-માર્ચ માં આ ફોન લોન્ચ કરવાનું પ્લાન છે
હોબાર્ટ: ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ કોચ ડેરેન લેહમેને દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ફરી એક નિરાશાજનક બૅટિંગ ધબડકાની સાથે શ્રેણી ગુમાવ્યા બાદ કહ્યું કે, ટીમમાં ફક્ત ચાર ખેલાડીનું સ્થાન પાકું છે. ઓસ્ટ્રેલિયન ટીમના સતત પરાજય બાદ હવે જોકે કોચ લેહમેનનું પદ પણ સમીક્ષાના વર્તુળમાં આવી ગયું છે. લેહમેને કહ્યું કે, ”નિશ્ચિત રીતે એડિલેડમાં રમાનારી શ્રેણીની અંતિમ ડે-નાઇટ ટેસ્ટમાં કેટલાક ફેરફાર ચોક્કસપણે કરાશે. હોબાર્ટ ટેસ્ટ પૂરી થયા બાદ વિકેટકીપર પીટર નેવિલ અને સ્પિનર નાથન લિયોન સહિત બધા બેટ્સમેનોને ઘરેલુ શેફિલ્ડ શિલ્ડની મેચમાં રમવા કહી દેવામાં આવ્યું છે. ત્રણ ફાસ્ટ બોલરને જોકે આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સિલેક્ટર પેનલમાં સામેલ લેહમેને કહ્યું,…
નવી દિલ્હીઃ ભારતીયો જે પાકિસ્તાની કલાકારોના અવાજથી અંજાઈને તેમના શોમાં હાજરી આપી તેમની કલાને બિરદાવે છે તેવા પાકિસ્તાની કલાકારોનાં કાળાં નાણાંનો ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ઈન્ડિયાએ પર્દાફાશ કરી દીધો છે. એક સ્ટિંગમાં જાણવા મળ્યું છે કે રાહત ફત્તેહ અને શફકતના એક શોથી ભારતમાં 57 લાખનું કાળું નાણું પહોંચી જાય છે. આ રીતે પાકિસ્તાની કલાકારો ભારત સાથે છેતરપિંડી કરે છે. છેલ્લા દોઢ દાયકામાં પાકિસ્તાનના સૌથી મોટા ગાયક રાહત ફત્તેહ અલી ખાને લગભગ 100થી વધુ હિન્દી ફિલ્મમાં ગીત રજૂ કર્યા છે. ત્યારે આ અંગે ન્યૂઝ 18 ઈન્ડિયાએ કરેલા સ્ટિંગમાં જાણવા મળ્યું હતું કે રાહત ફત્તેહના મેનેજરે કાળાં નાણાંની માગણી કરી હતી. જેમાં…
નવી દિલ્હી: રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ થવાના પગલે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ અને દેશભરમાં ફેલાયેલા નકસલવાદીઓની કમર તૂટી ગઈ છે. એક બાજુ કાશ્મીરમાં હવાલા દ્વારા આતંકવાદીઓ અને અલગતાવાદીઓને પહોંચતાં નાણાંમાં ઘણો ઘટાડો થયો છે તો બીજી બાજુ નક્સલીઓએ મોટી કરન્સીના સ્વરૂપમાં જે રૂપિયા જમા કરી રાખ્યા હતા તે હવે બેકાર થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકીઓ અને અલગતાવાદીઓ સુધી જે નાણાં પહોંચતાં હતાં તે મોટા ભાગે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટોના સ્વરૂપમાં હતાં. હવે જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાથી તેમનાં નાણાં ભંડોળમાં જબરદસ્ત ઘટાડો થયો છે. બીજી બાજુ દેશનાં કેટલાંય રાજ્યમાં…
વિશાખાપટ્ટનમઃ ઘરેલુ સ્પિન ટ્રેક પર પાછલી ૧૫માંથી ૧૨ ટેસ્ટ મેચ જીતનારી ભારતીય ટીમ રાજકોટની સ્લો ટર્નર પીચ પર થોડી નબળી નજરે પડી. પાંચ દિવસ ચાલેલી ટેસ્ટમાં પહેલા ચાર દિવસ સુધી સ્પિનર્સ માટે કંઈ ખાસ નહોતું. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની પાછલી બંને શ્રેણીમાં વિપક્ષી છાવણીમાં હાહાકાર મચાવી દેનારા ભારતીય સ્પિનર બહુ ખાસ કંઈ કરી શક્યા નહીં, જ્યારે ઈંગ્લિશ સ્પિનર્સ અંતિમ દિવસે ભારતીય બેટ્સમેનોને ડરાવવામાં સફળ રહ્યા. બહુ મુશ્કેલીથી ભારત પહેલી ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું અને હવે વિરાટ સેનાને વિશાખાપટ્ટનમમાં આવતી કાલથી બીજી ટેસ્ટ શરૂ થવાની છે. વિશાખાપટ્ટનમની પીચ પરથી ઘાસ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે અને તેના પર પાણી છાંટવાનું…