કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

સદગુરુ (રહસ્યદર્શી અને ઇશા ફાઉન્ડેશનના સ્થાપક). પિતૃ પક્ષ એ તમામ પાછલી પેઢીઓને સમર્પિત થાય છે, જેમણે આપણા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે પોતાનું યોગદાન આપ્યું છે. આ પક્ષમાં વિશિષ્ટ ધાર્મિક ક્રિયાઓ થકી આપણે તેમના પ્રત્યે આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, માણસ અને તેના પૂર્વજ બે કરોડ વર્ષથી આ ધરતી પર છે. આ ખૂબ લાંબો સમય છે. આ ધરતી પર આપણાથી પહેલા રહી ચૂકેલી લાખો પેઢીઓએ આપણે કંઈ ને કંઈ જરૂર આપ્યું છે. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે બેસીએ છીએ, આપણા કપડાં, આપણી ઈમારતો અને આજે આપણે જે કંઈ જાણીએ છીએ, લગભગ દરેક ચીજવસ્તુ પ્રાથમિક સ્તરે આપણને…

Read More

ટેક કંપની એપલે 10 સપ્ટેમ્બરે આઇપેડ અને સ્માર્ટવોચ 5 સિરીઝ ઉપરાંત નવા ત્રણ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યા છે. જેમાં આઈફોન 11, આઈફોન 11 પ્રો અને આઈફોન મેક્સ સામેલ છે. ભારતમાં આ ફોનનું વેચાણ 27 સપ્ટેમ્બરથી શરુ થશે. આઈફોનની કિંમતને લઈને ભારત અને અન્ય દેશોમાં ઘણો ફેર છે. આઈફોન 11ના બેઝ વેરિઅન્ટ (64 જીબી સ્ટોરેજ)ની કિંમત ભારતમાં 64,900 રૂપિયા છે જ્યારે અમેરિકામાં તેની કિંમત 49,600 રૂપિયા છે. તો દુબઈમાં આજ ફોનની કિંમત 57,000 રૂપિયા છે. આ એક ફોન નહીં પણ 3 સ્માર્ટફોનની કિંમત ભારત,આ મેરિકા અને દુબઈમાં જુદી છે. આ કિંમતમાં 5 હજારથી 39 હજાર સુધીનો તફાવત છે. શિપિંગ અને ટેક્સને…

Read More

ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ જાહેર કરેલા સરેરાશ 4G ડાઉનલોડ સ્પીની લિસ્ટમાં રિલાયન્સ જિઓએ સતત તેની લીડ જાળવી રાખી છે. જિઓની વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 Mbps હતી, જે જુલાઈ મહિનામાં સરેરાશ 21.0 Mbps જોવા મળી હતી. રિલાયન્સ જિઓ વર્ષ 2018નાં તમામ 12 મહિનાઓમાં સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે સૌથી વધુ ઝડપી 4G સ્પીડ આપનારી કંપની બની હતી. ચાલુ વર્ષે જિઓએ ઓગસ્ટ મહિના સુધીમાં 4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં અવ્વ્લ નંબર હાંસલ કર્યો છે. TRAIના રિપોર્ટ મુજબ, એરટેલ કંપનનીની વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 8.2 Mbps હતી, જે જુલાઈ મહિનામાં 8.8 Mbps હતી. વોડાફોન…

Read More

અભિનેત્રી નુસરત ભરુચા ફેશનના મામલામાં ખૂબ પ્રખ્યાત છે. ખાસ કરીને તે તેના વેસ્ટર્ન લુકથી ફેન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે. નુસરત જે પણ પહેરે છે તેમા તેનો લુક બોલ્ડ જોવા મળે છે. હાલમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં 34ની નુસરત પિંક એન્ડ બ્લેક ગાઉનમાં સુપર હોટ લાગી રહી છે. તેના આ સ્કિન ફિટ ગાઉનમાં પરફેક્ટ ફિગર નજરે પડી રહી છે. ખાસ કરીને તેનો ફૉલ ખૂબ શાનદાર હતો જે તેને સિલ્કી ફૉલ જેવો લુક આપી રહ્યો હતો. તસવીરોમાં તેનું ગાઉન તેની કર્વ્સને હાઇ લાઇટ કરી રહ્યું…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગવતા સપ્તાહે અમેરિકાની મુલાકાતે હ્યુસ્ટન રેલી અને સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા સિવાય આતંકવાદ વિરોધી અભિયાનની સાથે મોટા રોકાણ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં પણ ભાગ લઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે મોદી 23મી સપ્ટેમ્બરના રોજ યુએનની આતંકવાદ વિરોધી મીટિંગમાં ફ્રાન્સ, જૉર્ડન, અને ન્યૂઝીલેન્ડના નેતાઓની સાથે સામેલ થઇ શકે છે. તેઓ બ્લૂમબર્ગ બિઝનેસ મીટને પણ સંબોધિત કરશે. ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ વડાપ્રધાન તેમાં ભારતમાં સુગમતામાં સુધારાનો ઉલ્લેખ કરી શકે છે. એવી પણ અટકળો છે કે મોદી અલગથી અમેરિકન કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સની સાથે મુલાકાત કરશે. તેમાં તેઓ અર્થતંત્રની રફતાર આપવા માટે તેને રોકાણ વધારવાની અપીલ…

Read More

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અગરબત્તીના વેપારીને રૂ.૩ લાખમાં વેચેલો પ્લોટ મૂળ માલિકે બાદમાં અન્યને વેચી છેતરપિંડી આચરતાં લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા જીઆઇડીસી રોડ આકાશ રો હાઉસ પ્લોટ નં.9 માં રહેતા 35 વર્ષીય ગોકુળભાઈ ગોપીચંદ ચૌધરી ઉધના મગદલ્લા રોડ સોસ્યો સર્કલ પાસે શ્રી સાંઈ જલારામ અગરબતીના નામે અગરબત્તીનો વેપાર કરે છે. શાકભાજીનો વેપાર કરતાં મિત્ર દિનેશ ચૌધરીના કહેવાથી તેમણે નવેમ્બર 2015માં દેવધ ગામ ગંગોત્રી સોસાયટીમાં આવેલો પ્લોટ નં.389 તેના માલિક હનુમાનસીંગ સેવચંદસીંગને પૈસાની તાકીદે જરૂર હોય રૂ.3 લાખમાં ખરીદ્યો હતો. પ્લોટ ખરીદ્યા બાદ ગોકુળભાઈ અવારનવાર ત્યાં જઈ તેની સ્થિતિ…

Read More

તાપી નદી પર બની રહેલા પાલ ઉમરા બ્રિજના ઉમરા તરફરના અસરગ્રસ્તોના કારણે બ્રિજની કામગીરી ઘોંચમાં પડી છે. સંમતિ આપનારા 8 જેટલા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા મળે અને અન્ય અસરગ્રસ્તો સાથે વાટાઘાટ થાય તે માટે મ્યુનિ. કમિશ્નરે અસરગ્રસ્તો અને અન્ય વિભાગ સાથે સંકલન કરીને કામગીરી ઝડપી કરવા માટે સુચના આપી છે. જેના કારણે આગામી દિવસોમાં પાલ-ઉમરા બ્રિજની કામગીરી માટે હકારાત્મક પરિણામ આવે તેવી શક્યતા વધી રહી છે. સુરત શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવા તાપી નદી પર પાલ ઉમરા વચ્ચે નવો બ્રિજ બનાવવાની કામગીરી ચારેક વર્ષ પહલા શરૂ કરવામાં આવી હતી. હાલ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પુરી થઈ ગઈ છે પરંતુ ઉમરા…

Read More

એર ઇન્ડિયા તેના ક્રૂ મેમ્બર્સની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. એરલાઇન્સ દ્વારા તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂ સભ્યો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂને આપવામાં આવતા ફૂડ માટેના મેનૂમાં ઘણા ફેરફાર કર્યા છે. આ નવા મેનુમાં એર ઈન્ડિયાના સ્ટાફને ડાયટ મીલ મળે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મેનુમાં દરરોજના નાસ્તા, લંચ અને ડિનર માટેના ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં ઉપમા, ઈડલી સાંબર, મુંગ દાલ ચીલ્લા, ઓમેલેટ, સૂપ, કબાબ, ભાત, ટીંડા મસાલા, ચિકન ટીક્કા, અને મસૂરની દાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લાઈટના ક્રૂ માટે તૈયાર કરાયેલા આ નવા મેનૂ અનુસાર…

Read More

છેલ્લા કેટલાક દિવસોથી ખબર આવી રહી છે કે LoC પર પાકિસ્તાનના SSG (સ્પેશ્યલ સર્વિસ ગ્રૂપ)ના કમાન્ડો હાજર છે. જાહેર થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે SSG કમાન્ડો સેનાની પોસ્ટ્સની લગભગ નજીક દેખાઈ રહ્યા છે. આ વીડિયો તે સમયે રિલીઝ કરવામાં આવ્યો છે જ્યારે બૉર્ડર એક્શન ટીમ (બેટ)નો વીડિયો સામે આવ્યો છે. સેનાના સૂત્રો અનુસાર આ નવા વીડિયોની જાણકારી આપવામાં આવી છે. પોતાની પોસ્ટ તરફ ભાગનાર કમાન્ડો સૂત્રોએ જણાવ્યુ કે ઑગસ્ટ માસના અંતમાં કેજી સેક્ટરની ઠીક સામે પૂંછ નદીના કિનારે SSG કમાન્ડો જોવા મળ્યા હતા. જેવુ જવાનોને એ વાતનો આભાસ થયો કે ઈન્ડિયન આર્મીને તેમની હાજરીની જાણ થઈ ગઈ…

Read More

સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો. પોલીસે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી. ભરૂચ જિલ્લાનાં ઉટિયાદરા ગામમાં પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ કંપની બંધ હતી જેમાં લૂંટનાં ઇરાદે લૂંટારા પ્રવેશ્યા હતાં. 40 લોકોનાં ટોળાએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાંથી 3 નાં મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે કોસંબા પોલીસ પણ પહોંચી હતી. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ નામની બંધ પડેલી કંપનીમાં 40 જેટલા લોકો લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર…

Read More