કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’એ બે જ દિવસમાં 26.47 કરોડની કમાણી કરી લીધી છે. પહેલાં દિવસે આ ફિલ્મે 10.05 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે કમાણીમાં 63 ટકાનો ઉછાળો ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરી હતી, ‘ડ્રીમ ગર્લ’ની કમાણીમાં બીજા દિવસે 63.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મેટ્રો, ટાયર 2 તથા ટાયર 3ના શહેરોમાં આ ફિલ્મ સારી ચાલી છે. ત્રીજા દિવસે બીજા દિવસ કરતાં પણ વધુ કમાણી થશે. શુક્રવારે 10.05 કરોડ, શનિવારે 16.42 કરોડની કમાણી અને કુલ કમાણી 26.47 કરોડ. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ 30 કરોડમાં બની છે. આ ફિલ્મ ત્રણ જ દિવસમાં બજેટ કરતાં…

Read More

આયુષ્માન ખુરાના હાલમાં કોઈને કોઈ વાતથી સમાચારોમાં છવાયેલો રહે છે. તેનું કારણ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ તો છે જ પરંતુ બીજું પણ એક કારણ છે. પરંતુ એ પહેલા વાત કરીએ તો લાગી રહ્યું છે કે 30 કરોડના બજેટમાં બનાવેલી ડ્રીમ ગર્લ જલ્દીથી 100 કરોડનો આંકડો પાર કરી લેશે. આયુષ્માન ખુરાના કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના આજે આ મુકામે પહોંચી ગયો છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે રોડીઝથી પોતાનું કરિયર શરૂ કરનાર આયુષ્માન પણ એ સ્ટાર્સમાંનો જ એક છે કે જે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચુક્યા હોય. આયુષ્માને ખુદ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો બિન્દાસથી ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માનએ…

Read More

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસસ્થાને એક પાળેલા કુતરાનું બિમારીના કારણે મોત નિપજ્યું હતું. આ કુતરાના મોત પર જાનવરોના ડૉક્ટરો વિરૂદ્ધ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. હૈદરાબાદ પોલીસે એક પશુ ચિકિત્સકની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ડૉક્ટર પર બેદરકારી રાખવાનો આરોપ છે. ડૉક્ટર રંજીત અને એક ખાનગી પશુ દવાખાનના ઈન્ચાર્જ વિરુદ્ધ શનિવારે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશમાં મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 429 અને પશુ ક્રૂરતા વિરુદ્ધની કલમ 11(4) હેઠળ કેસ નોંધ્યો છે.

Read More

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજૂબા’માં સંગીત આપી ચૂકેલા જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાની આર્થિક સ્થિતિ આજે ઘણી જ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 92 વર્ષીય વનરાજની તબિયત ઘણી જ ખરાબ છે અને તેમની પાસે પૈસા પણ નથી. તેઓ મુંબઈમાં નેપિયન સી રોડ પર આવેલા પોતાના ઘરમાં નોકરની સાથે રહે છે. એક સમયના લોકપ્રિય સંગીતકાર આજે ગુમનામ 1. એકલા પડી ગયા વધતી ઉંમરને કારણે વનરાજ એકલા પડી ગયા છે. હવે તેઓ પોતાના ઘરમાં પોતાના નોકર સુજીત કામતી સાથે એકલા રહે છે. સુજીત છેલ્લાં 10 વર્ષથી વનરાજનું ધ્યાન રાખે છે. 2. ગંભીર બીમારીની જાણ થઈ નથી વનરાજને ઘણું જ ઓછું સંભળાય છે અને ઉંમરને કારણે…

Read More

વોશિંગ્ટન: અમેરિકામાં 9/11 આતંકી હુમલાની તારીખે આમ તો અત્યાર સુધી ઘણા બાળકોનો જન્મ થયો છે, પણ આ વર્ષે આ તારીખે જન્મેલા બાળકે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જર્મનટાઉનની હોસ્પિટલમાં આ જ દિવસે 9:11 વાગ્યે એક બાળકીનો જન્મ થયો છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ બાળકીનું વજન પણ 9 પાઉન્ડ 11 ઓઝ એટલે કે 4.4 કિલોગ્રામ છે. બાળકીની માતા કેમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું કહેવું છે કે, અમારા માટે અમારી દીકરીનો જન્મ કોઈ ચમત્કારથી ઓછો નથી. દીકરીનું નામ અમે ક્રિસ્ટિનિયા રાખ્યું છે. જ્યારે તે મોટી થશે ત્યારે તેની બર્થડેટનું મહત્ત્વ સમજી શકશે. હોસ્પિટલમાં મહિલા સેવા વિભાગની પ્રમુખ રશેલ લોફલીને કહ્યું…

Read More

મમતાની અપીલ-આવો બંધારણીય અધિકારોની રક્ષા માટે ફરી એક વખત શપથ લઈએ ઈન્ટરનેશનલ ડેમોક્રેસી ડે પર કહ્યું કે, બંધારણીય મૂલ્યોને બચાવવાનો પ્રયાસ કરવો પડશે કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ઈન્ટરનેશનલ ડેમોક્રેસી ડે પર તેમણે કહ્યું કે, દેશમાં સુપર ઈમરજન્સી જેવી પરિસ્થિતી છે. મમતાએ ટ્વીટ કરીને લોકોના અધિકારોને બચાવવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સુપર ઈમરજન્સીના યુગમાં આવો ફરી એક વખત તે બંધારણીય મૂલ્યોની રક્ષાની શપથ લેશું, જેમના પર દેશની સ્થાપના થઈ હતી. બંધારણના અધિકારો અને આઝાદીની ગેંરટી મળી છે તેમની રક્ષા કરવા માટે ચોક્કસ…

Read More

આ લગ્ન માટે કેટના બોયફ્રેન્ડે તેને સાથે આપ્યો લગ્નનું આયોજન કેટના પિતાએ કર્યું હતું લિધરલેન્ડ: વૃક્ષ પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. શનિવારે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક કાર્યકર્તા કેટ કંનિંઘમે એલ્ડર પ્રજાતિના એક વૃક્ષ સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં પણ કેટે પોતાની સરનેમ બદલીને પણ એલ્ડર કરી દીધી છે. આ પાર્ટનર સાથે લગ્ન કરવામાં કેટના પરિવારે તેને પૂરો સાથ આપ્યો હતો. લિધરલેન્ડમાં મર્સીસાઈડ પાર્કમાં થયેલા આ લગ્ન સમારોહમાં કેટના પિતા, તેનો બોયફ્રેન્ડ અને બાળકો પણ હાજર હતા. તેના બોયફ્રેન્ડે આ નિર્ણય પર પૂરો સહકાર આપ્યો હતો. તો બીજી તરફ તેના દીકરાને વૃક્ષ સાથે તેની મમ્મી…

Read More

હરાજીમાં ભેગી થતી રકમ ‘નમામિ ગંગે’ પરિયોજનામાં અપાશે નવી દિલ્હી: પીએમ મોદીને દેશ-વિદેશમાંથી ભેટ મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમને મળેલી 2700 ભેટની ઓનલાઇન હરાજી શરુ થઈ ગઈ છે. આ ગિફ્ટને તમે www.pmmementos.gov.in વેબસાઈટ પરથી ખરીદી શકો છો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે આ પ્રદર્શન અને ઈ-નીલામીનું શનિવારે ઉદ્ઘાટન કર્યું. આ તમામ ભેટની કિંમત 200 રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધી રાખેલી છે. આ સ્મૃતિ ચિન્હોમાં 576 શાલ, 964 કપડાં, 88 પાઘડી અને અલગ-અલગ જેકેટ સામેલ છે. તો બીજી તરફ પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ઈ-હરાજીથી મળનારી રકમને કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાનની ‘નમામિ ગંગે’ પરિયોજનામાં વપરાશે.…

Read More

ભોપાલ: મધ્ય પ્રદેશના એક ભાઈની ટેવ સાંભળીએ ભલભલાનું મન ચગડોળે ચડી જાય છે. દયારામ સાહુ છેલ્લા 40 વર્ષથી બિસ્કિટ ખાતા હોય તેમ કાચ ખાય છે. દયારામ વ્યવસાયે વકીલ છે. દયારામે ન્યૂઝ એજન્સી ANIને પોતાની આ આદત વિશે કહ્યું કે, હું પહેલેથી કંઈક અલગ કરવા માગતો હતો. મેં જ્યારે પ્રથમવાર કાચ ખાધો ત્યારે મને તેનો ટેસ્ટ ઘણો ગમ્યો હતો. ધીમે-ધીમે કાચ ખાવાની આ આદત મારી ટેવ બની ગઈ. જેમ અમુક લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે તેમ મને કાચ ખાવાની આદત છે. જો કે, આ આદતને લીધે મારા દાંત પણ ખરાબ થઈ શકે છે. મને ઘણા લોકોએ આ આદત છોડી દેવાની સલાહ…

Read More

બોલિવૂડ ડેસ્ક: લાંબા સમય બાદ લંડન ગયેલ ઈરફાન ખાન શુક્રવારે ભારત પરત ફર્યા હતા. તેને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. તે દરમ્યાન તેઓ વ્હીલચેર પર બેસીને આવ્યા હતા. ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સથી બચવા માટે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યા હતા. ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયો હતો ઈરફાન હાલ અંગ્રેજી મીડિયમ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 2017માં આવેલ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરફાન લંડનનું શેડ્યૂઅલ પૂરું કર્યા બાદ મુંબઈ પરત ફર્યો છે. ફેન્સએ ચિંતા જતાવી ઈરફાનને વ્હીલચેર પર જોઈને તેના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. તેમણે ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સ પર નારાજગી જતાવી છે. સોશિયલ…

Read More